________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
या देवे देवताबुद्धि गुरौ च गुरुतामतिः धर्मे च धर्म धीः शुद्धा सम्यक्त्वमिदमुच्यते ॥ १॥
૩૭૩
6
“ ગૃહસ્થાના સમ્યક્ત્વમૂળ ખાર વ્રતરૂપ ધર્મ છે. તેમાં પ્રથમ ધર્મનું મૂલ સમ્યક્ત્વ છે. સુદેવમાં દેવબુદ્ધિ, સુગુરૂમાં ગુરુબુદ્ધિ અને સદ્ધર્માંમાં શુદ્ધ ધર્મબુદ્ધિ-એ સમ્યક્ત્વ કહેવાય છે. (૧) સમ્યક્ત્વથી વિપરીત મિથ્યાત્વ કહેવાય છે, તેને ત્યાગ કરવા, તે સમ્યક્ત્વના પાંચ અતિચાર કહ્યા છે.
શંકા (શંકા, ખાવિગિચ્છા)—દેવ, ગુરુ અને ધર્મમાં શકા રાખવી-એટલે આ સત્ય હશે કે અસત્ય ?
આકાંક્ષા—અન્ય હરિ, હર અને સૂચ વિગેરે દેવાના પ્રભાવ જોઇને તેનાથી અને જિનધથી પણ સુખાદિકની વાંચ્છા કરે, અથવા શંખેશ્વરાદિ દેવા પાસે ભાગસુખ પ્રાપ્ત થવાની માનતા કરે—પ્રાર્થના કરે.
વિચિકિત્સા—ધર્મ સંબંધી કૂળના સંદેહ કરે અથવા દેવ, ગુરુ અને ધર્મની નિંદા કરે.
પરપ્રશંસા—અન્ય દર્શનીયની પ્રશંસા કરે. પરપરિચય—અન્ય દર્શનીય સાથે વિશેષ પરિચય કરે. આ પાંચ અતિચાર રહિત સમ્યક્ત્વનું શ્રાવકાએ પાલન
કરવુ.
હવે માર વ્રતમાં પ્રથમ અણુવ્રત પ્રાણાતિપાત વિરમણ પાળવાનું છે. શ્રાવકાને સવા વિશ્વની દયા કહી છે. કારણ કે