________________
૩૬૪
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
જગતમાં ભ્રમણ કરતા જીવાને મનુષ્યત્વ, ધર્મનું શ્રવણ, તે પર શ્રદ્ધા અને સંયમમાં મહાવી-એ ચાર વસ્તુએ અતિશય દુર્લભ છે.’ ઇત્યાદિ ગુરુએ આપેલ ધર્મદેશના સાંભળીને વૈરાગ્ય ઉત્પન્ન થતાં પેાતાના મોટા પુત્ર પુ’ડરીકને રાજ્યભાર સોંપી રાજાએ દીક્ષા અંગીકાર કરી. પછી ચૌદ પૂર્વના અભ્યાસ કરીને તે રાજષિ વિવિધ તપ પૂર્ણાંક સાધુપણું પાળવા લાગ્યા. અન્તે સ‘લેખના કરી દેહને તજી સર્વ દુઃખને ક્ષીણુ કરીને નિર્વાણુપદને પામ્યા.
હવે કેટલાક વખત પછી તેજ સ્થવિર મુનિએ વિહાર કરતાં ફરી પુડરીકિણી નગરીએ પધાર્યા. એટલે પુંડરીક રાજા સ્થવિરાનું આગમન જાણીને નાનાભાઈ તથા પરિવાર સહિત તેમને વંદન કરવા ગયા. ભક્તિપૂર્વક ગુરુને વદન કર્યું', એટલે ગુરુમહારાજે સવિસ્તર ધર્માંદેશના આપી. તે સાંભળી લઘુકર્મીપણાથી તે ધર્માંદેશનાને અંતરમાં ભાવતાં પુ'ડરીક રાજાને વૈરાગ્યભાવ ઉત્પન્ન થયા. તે તરત જ પેાતાની નગરીમાં આવ્યા અને પેાતાના પ્રધાનાને મેલાવી તથા કંડરીકને આગળ કરીને હષ સહિત આ પ્રમાણે મેલ્યા કે :- હે વત્સ ! મે' ભાગ ભગવ્યા અને અક્ષત (અખડિત) રાજ્ય પણ પાળ્યું; રાજાઓને વશ કર્યા અને પૃથ્વીમ’ડળને સાધ્યું; દેવગુરૂને પૂજ્યા અને ગૃહસ્થધમ પણ સેવ્યા; સ્વજનાના સત્કાર કર્યો, અર્થીજનોની ઈચ્છા પૂર્ણ કરી અને યશ પણ ઉપાર્જન કર્યા; હવે મારૂ યૌવન નાશ પામવાની અણી પર છે અને જરા કાંઈક કાંઇક પાસે આવતી જાય છે. મૃત્યુ કટાક્ષપાતથી મને