________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૩૬૩ છે. તે કર્મરૂપી લાકડાને ભસ્મ કરવા અગ્નિસમાન છે અને સત્યરૂપ અન્નમાં તે ઘી સમાન છે. ભાવપૂર્વક ડું સુકૃત કરેલ હોય, તે પણ પુરુષને સર્વ અર્થની સિદ્ધિને આપે છે. કારણ કે –“જેમ ચુને ચેપડ્યા વિના પાનમાં રંગ આવતે નથી. તેમ ભાવ વિના દાન, શીલ, તપ અને જિનપૂજા વિગેરેમાં અધિક લાભ પ્રાપ્ત થતું નથી” ભાવથી ભ્રષ્ટ થયેલા પુરુષને સર્વત્ર ભ્રષ્ટતા પ્રાપ્ત થાય છે. ભાવથી એક દિવસ પાળવામાં આવેલ ચારિત્ર પણ સદગતિ આપે છે. તે સંબંધમાં પુંડરીક અને કંડરીકનું દષ્ટાંત છે. તે આ પ્રમાણે –
પુંડરીક કંડરીક સ્થા
આજ જંબુદ્વીપના મહાવિદેહક્ષેત્રમાં પુષ્કલાવતી નામના વિજયમાં પુંડરીકિણ નામે નગરી છે. ત્યાં ન્યાયલક્ષમીના પાત્રરૂપ મહાપદ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને શીલ, વિનય, વિવેક, ઔદાર્ય અને સુંદર, હોંશિયાર વિગેરે ગુણયુક્ત પદ્માવતી નામે રાણી હતી. તથા શસ્ત્ર અને શાસ્ત્રમાં વિશારદ એવા પુંડરીક અને કંડરીક નામના બે પુત્ર હતા. તે રાજા ન્યાયપૂર્વક પોતાની પ્રજાનું પાલન કરતો હતે.
એકદા નગરની બહાર નલિનીન નામના ઉદ્યાનમાં બહુ સાધુઓના પરિવાર સહિત શ્રીસુત્રતાચર્ય નામના ગુરુમહારાજ પધાર્યા. એટલે તેમનું આગમન જાણુને રાજા વનમાં જઈ ગુરુમહારાજને નમસ્કાર કરીને ચોગ્ય ભૂભાગ (ભૂમિ) પર બેઠે. પછી ગુરુ ધર્મોપદેશ દેવા લાગ્યાં કે –“હે ભવ્ય જન ! આ