________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
:
:
હું તમારા રાગનેા નાશ કરવા ઈચ્છુ છું.” મુનિ ખેલ્યા કે – - હૈ વૈદ્ય ! દ્રવ્યરાગના કે ભાવરાગના ? કાના પ્રતિકાર કરવા તમે ઇચ્છેા છે ?' વૈદ્યરૂપે ઇંદ્ર મેલ્યા કે —દ્રવ્યભાવ રોગના ભેદને હું જાણતા નથી.' એટલે મુનિ ખેલ્યા કે — દ્રવ્ય રોગ તે પ્રગટ દેખાય છે અને ભાવરાગ તે કમ છે. તે કર્મોના પ્રતિકાર તમે કરી શકે તેમ છે ?' ઇંદ્ર ખેલ્યા કે ઃ— ‘હે સ્વામિન્ ! કરાગ તા બહુ વિકટ છે. તેના ઉચ્છેદ કરવાને હું સમર્થ નથી.” એટલે મુનિએ પાતાની આંગળીને પેાતાના શ્લેષ્મથી ત્રિપ્ત કરતાં તે સુવર્ણ જેવી સુંદર ખની ગઇ. તે આંગળી વૈદ્યને બતાવીને કહ્યું કે —હૈ બૈદ્યરાજ ! મારે આ દ્રવ્યરોગના પ્રતિકાર કરવા હાય તા મારામાંજ તેવી શક્તિ છે, પણ મારી તેવી ઈચ્છા નથી. મારાં કરેલાં કર્મ મારે જ ભાગવવાનાં છે, માટે રાગની પ્રતિક્રિયા શુ' કામ કરાવવી ?” પછી ઈંદ્ર પ્રશસાપૂર્વક ત્રણ પ્રદક્ષિણા દઇ પેાતાનું સ્વરૂપ પ્રગટ કરી મુનિને વારવાર અભિનદન કરીને સ્વસ્થાને ગયા.
:
Ο
૩૬૨
શ્રીમાન્ સનકુમાર મુનીન્દ્ર પણ ઘણાં કર્મોના ક્ષય કરી આયુ પૂર્ણ થતાં સનત્સુમાર નામના ત્રીજા દેવલાકમાં દેવ થયા. ત્યાં દેવ સંબધી આયુ પૂર્ણ ભાગવીને મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધિપદને પામશે. આવી રીતે તપને અપાર મહિમા જાણીને કર્મને નિર્મૂળ કરવા તત્પર એવા મહાત્માઓએ યથાશક્તિ તપ અવશ્ય કરવું.
ઇતિ સનત્યુમાર ચક્રી કથા
હવે ભાવધમ કહેવામાં આવે છે. ભાવ એ ધમના મિત્ર