________________
૩૫૬
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
સનત્કુમાર ચકી કથા
આ જ ભરતક્ષેત્રના કુરૂદેશમાં મહદ્ધિથી સંપૂર્ણ હસ્તિનાગપુર નામે નગર છે, ત્યાં પરાક્રમથી સમગ્રશત્રુગણને આકાંત (દબાવનાર) કરનાર વીરસેન નામે રાજા રાજ્ય કરતો હતો. તેને સહદેવી નામે પટરાણી હતી, તે પવિત્ર પુણ્યનું પાત્ર અને શીલથી અલંકૃત હતી. તેને ચૌદ સ્વપ્નથી સૂચિત અને સર્વ શુભ લક્ષણોથી સંપૂર્ણ એ સનસ્કુમાર નામે પુત્ર થયો. સનકુમારને કાલિદીની કુક્ષિથી ઉત્પન્ન થયેલ અને સૂરરાજને પુત્ર મહેદ્રસેન નામે બાળમિત્ર હતું. તે મિત્રની સાથે સનકુમારે ચેડા જ દિવસમાં બધી કળાઓ ગ્રહણ કરી લીધી, અને વિવિધ વિનેદ કરતે કુમાર સર્વને પ્રિય થઈ પડે.
એકદા કુમારને યૌવનવય પ્રાપ્ત થતાં વસંતઋતુ આવી, એટલે સનસ્કુમાર પિતાના મિત્ર અને નગરજનેની સાથે વનમાં જઈ ઘણુ વખત સુધી નાના પ્રકારની વસંતકડા કરવા લાગે. નજીકના સરોવરમાં તે જળકીડા કરતું હતું, એવામાં ત્યાં
એક હાથી આવ્યો અને કુમાર તથા તેના મિત્રને સુંઢથી પિતાના સ્કંધ પર લઈને તે આકાશમાં ઉડ, હાથીના પર બેસીને કુમાર પૃથ્વી પરના વિવિધ કૌતુક જેવા લાગે, તે હાથીએ અનુક્રમે વૈતાઢય પર્વત પર જઈ દક્ષિણ એણિમાં રથન પુર નગરની સમીપના ઉપવનમાં બંને કુમારને ઉતારી મૂક્યા. પછી તે હાથીએ નગરમાં જઈને રાજાને નિવેદન કર્યું કે – “છે સ્વામિન ! હું સનકુમારને લાવ્યો છું.' એટલે ત્યાંના