________________
૩૫૪
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
મહાનુભાવ! મેં રાગાદિક ચેરોને વશ (કાબૂમાં) કર્યા છે.” ઇદ્ર બોલ્યા કે –“હે રાજર્ષિ ! પ્રથમ ઉદ્ધત રાજાઓને કબજે કરીને પછી સંયમ .” ઋષિ બોલ્યા કે બીજા સુભટને જય કરવાથી શું? કર્મને જય કરે તેજ પરમ જાય છે, તેને માટે જ મારો પ્રયત્ન છે.” ઈંદ્ર બેલ્યા કે –“ગૃહસ્થાવાસ જે બીજે ધર્મ નથી, કે જેમાં દીનજનને દાન આપી શકાય છે.” ઋષિ બેલ્યા કે -ગૃહસ્થ ધર્મ સાવદ્ય હોવાથી તે સર્ષવ સમાન છે અને મુનિધર્મ નિરવ હોવાથી તે મહા મેરૂ પર્વત સમાન ઉચ છે.” ઇંદ્ર બેલ્યા કે –“હાથમાં આવેલા ભેગોને શા માટે ત્યાગ કરો છો ? માટે પ્રથમ અતિ દુર્લભ ભેગ ભેગાવીને પછી સંયમ લેજે.” મુનિ બેલ્યા કે –“દ્રષ્ટિ વિષ–સર્ષ સમાન અને શિલ્ય સમાન એ ભેગ બહુ વાર ભેગવ્યા, છતાં આ અસંતુષ્ટ જીવને તૃપ્તિ થઈ જ નથી.”
આ પ્રમાણે ઇંદ્ર અનેક વાતે કહ્યા છતાં નમિરાજર્ષિ વ્રતથી થડા પણ ચળાયમાન ન થયા એટલે શકેંદ્ર સાક્ષાત પોતાનું રૂપ પ્રગટ કરી તેમને નમસ્કાર કરીને બોલ્યા કે –
હે મહાત્મન્ ! તમે ધન્ય અને કૃતકૃત્ય છો, તમે મહાનુભાવ છો, તમારું કુળ પણ પ્રશંસનીય છે, કે જેથી તમે તૃણની જેમ સંસારનો ત્યાગ કરી દીધો છે.” એ પ્રમાણે સ્તુતિ, નમસ્કાર કરી અને ત્રણ પ્રદક્ષિણે દઈ જેના કુંડળ દેદીપ્યમાન છે એવા હરિ (ઈંદ્ર) દેવલોકમાં ગયા અને પ્રત્યેકબુદ્ધ એવા નમિરાજર્ષિ સુંદર ચારિત્રને નિરતિચારપણે આરાધી કર્મક્ષય કરી કેવળજ્ઞાન પામીને મેક્ષે ગયા.