________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૩પ૯
છે, તેથી તે જોવાને માટે કૌતુકથી અહીં આવ્યા છીએ.” એટલે ચકીએ ચિંતવ્યું કે :- અહો ! હું ધન્ય છું, કે મારું રૂપ સર્વત્ર વખણાય છે.” પછી બ્રાહ્મણને તેણે કહ્યું કે –“હે બ્રાહ્મણો! અત્યારે મારું રૂપ શું જુઓ છો ? થેડે વખત સબુર (ભે) કરે, અત્યારે તે માટે સ્નાનાવસર છે, એટલે સ્નાન કરી વસ્ત્રાભૂષણથી વિભૂષિત થઈ જ્યારે હું સભામાં આવીને બેસું ત્યારે સિંહાસન પર બેઠેલા એવા મારૂં રૂપ તમે જેજે.” આમ કહેવાથી તે બ્રાહ્મણે ત્યાંથી અન્યત્ર ગયા. પછી રાજા સ્નાન કરી અને વસ્ત્રાભૂષણ ધારણ કરી રાજસભામાં આવ્યા એટલે તેણે પેલા બ્રાહ્મણોને બોલાવ્યા. તેમણે આવી ચકીના દેહની વિલક્ષણ (રોગગ્રસ્ત) શેભા જઈ ખેદ, ઉત્પન્ન થવાથી પડી ગયેલું મુખ કરીને રાજાને કહ્યું કે:-“અહો ! મનુષ્યના રૂપ, તેજ, યૌવન અને સંપત્તિઓ અનિત્ય અને ક્ષણવારમાં નાશ પામી જાય તેવી છે. એટલે સનસ્કુમારે તેમને પૂછ્યું કે :બ્રાહ્મણે ! તમે સવિષાદ અને મનમાં શંકા કુશંકા થાય એવું કેમ બોલો છો ?” એટલે તેઓ ફરી બેલ્યા કે - “હે નરેદ્ર ! દેના રૂપ, તેજ, બળ અને લક્ષમી તે આયુષ્યમાંથી શેષ છ માસ રહે ત્યારે જ ક્ષીણ થાય છે, પણ મનુષ્યના દેહની શોભા તે ક્ષણવારમાં ખતમ થઈ જાય છે. અમે તે તમારા રૂપની શોભામાં આશ્ચર્ય જોયું છે. અહે સંસારની અનિત્યતા ! કે જે સવારે હોય છે તે બપોરે હોતું નથી, અને બપોરે હોય છે તે રાત્રે હેતું નથી, આ સંસારમાં બધા પદાર્થો અનિત્ય જ દેખાય છે.” ચકી બેલ્યા કે–તમે શી રીતે જાણ્યું ?” એટલે તે પ્રગટ થઈને રાજાની આગળ યથાસ્થિત પરમાર્થ કહેવા લાગ્યા