________________
૩પ૭
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર કમલગ નામના રાજાએ સપરિવાર વનમાં જઈ સનકુમારને પ્રણામ કરીને કહ્યું કે –“હે સ્વામિન્ ! મદનકના નામે મારી પુત્રી છે, તેને યૌવનવયમાં આવેલ જાણીને મેં એક નૈમિત્તિકને પૂછયું કે –“આને વર કોણ થશે ?' એટલે તે બેલ્યો કે એને પતિ સનસ્કુમાર ચકવર્તી થશે. માટે તમને બોલાવવા મેં હાથી રૂપે વિદ્યાધરને મેક હતું, તેથી આપ અહીં આવ્યા એ બહુ સારું થયું, હવે આપ નગરમાં પધારો.” પછી સનકુમાર મહત્સવપૂર્વક નગરમાં ગયા, એટલે ત્યાં રાજાએ પિતાની કન્યાનું પાણિગ્રહણ કરાવ્યું, તે વખતે બીજા વિદ્યાધરએ પણ પોતપોતાની કન્યાઓ તેને આપી, એમ પાંચસે કન્યાઓને એક સાથે પરણ્યા, પછી ઉત્તર શ્રેણિના વિદ્યાધરની પણ તે પાંચસે કન્યાઓ પરણ્યા. પછી ત્યાંના સર્વ વિદ્યાધર રાજાઓએ મળીને તેમને રાજ્યભિષેક કર્યો, અને કહ્યું કે અમે સર્વે તમારા આજ્ઞાધારી સેવકે છીએ.” પછી કેટલાક દિવસે ત્યાં રહીને ચતુરંગી સેના સહિત આકાશગામી વિમાનપર આરૂઢ થઈ તે પોતાના નગરમાં આવ્યા, અને પુત્રવિરહથી દુઃખિત થયેલા પિતાને નમ્યા, એટલે માતાપિતા તથા નગરજનો પરમ આનંદ પામ્યા.
એકદા ચક વિગેરે ચૌદ મહારને પ્રકટ થયા એટલે અનુક્રમે સમસ્ત ભરતને તેણે સાધ્યું, પછી નવનિધાન પ્રગટ થયા, એટલે તેજસ્વી વિશ્વવિખ્યાત અને સુપ્રસિદ્ધ એવા તે મહાન ચકવર્તી થયા પછી ચકવર્તી સંબંધી ઉદાર ભેગ ભગવતાં તેને સમય પસાર થવા લાગ્યા.