________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૩૫૩
zlor! 24 h all in
zee wa die HL24
મહારાજ ! આ તમારૂં જીવદયા વ્રત કેવું? તમે વ્રત લીધું તેથી આખી નગરીના લોકે આકંદ કરે છે, માટે પરને પીડા કરનાર વ્રત તે અયોગ્ય કહેવાય, એટલે મુનિ બેલ્યા કે –
મારૂં વ્રત એમને દુઃખનું કારણ નથી; પણ તેમના સ્વાર્થની હાનિ તેમને દુઃખનું કારણ છે. માટે તેમની જેમ હું પણ મારો સ્વાર્થ સાધવા તૈયાર થયો છું, એટલે મારે બીજાની ચિંતા કરવાથી શું?” ફરી ઇંદ્ર બોલ્યા કે –“હે મુને ! આ તમારા બળતા ઘર અને અંતઃપુરની કેમ ઉપેક્ષા કરે છે ?” મુનિ બેલ્યા કે –“મને કેઈ બાધા કરનાર નથી. તેમ મિથિલા બળે છે, તેમાં મારું કાંઈ બળતું નથી. એટલે ઇંદ્ર બેલ્યા કે –“અરે મહાત્મન્ ! નગરીને ફરતો નાના પ્રકારના મંત્રયુક્ત કિલ્લો કરાવીને પછી સંયમ લ્યો. એટલે રાજર્ષિ બેલ્યા કે –“હે ભદ્ર! સંયમ એ મારું નગર છે, તેને સમભાવ રૂ૫ કિલ્લે છે અને તેમાં નય એ મંત્ર છે.” ફરી ઇંદ્ર બેલ્યા કે –“હે ક્ષત્રિય ! લોકેને રહેવાને માટે મને હર મહેલો કરાવીને દિક્ષા લ્યો. મુનિ બેલ્યા કે –“મોક્ષનગરમાં મારે માટે નિશ્ચળ મંદિર કરેલું છે, તે પછી મારે બીજા ઘરનું અથવા બીજાઓને માટે ઘરે કરવાનું શું પ્રયોજન છે?” ઇદ્ર બેલ્યા કે - પ્રથમ તમારી નગરીમાં રહેલા ચોરેને વશ (કાબૂ )માં કરીને પછી ચારિત્ર ” ઋષિ બોલ્યા કે-“અરે
૧ ઇંદ્ર દેવશક્તિથી તેવું બતાવ્યું હતું–સાચું નહતું.
૨૩