________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૨૫૧
પ્રવેશ કરાવી ચંદ્રયશા રાજા આંખમાં આંસુ લાવીને બેલ્યા કે:-“હે વત્સ ! પિતાના મરણને જોયા પછી રાજ્યપર મને
ડીપણ પ્રીતિ નથી, પરંતુ રાજ્યધુરાને ધારણ કરનારના અભાવને લીધે આટલે કાળ મારે તે ધારણ કરવી પડી છે, માટે હવે તું તેને સ્વીકાર કર.” ઈત્યાદિ વાક્યથી સમજાવી નમિને રાજ્યપર બેસાડી ચંદ્રયશાએ દીક્ષા અંગીકાર કરી. પછી સૂર્યના જેવા પ્રતાપી નમિરાજાએ બહુ શેભાપૂર્વક ઘણું સમય સુધી રાજ્યસુખ ભોગવ્યું.
એકદા નમિરાજાના શરીરમાં મહા દાહજવર ઉત્પન્ન થયે. તેને શાંત કરવા માટે ઘણું ઔષધોપચાર કર્યા. પણ તે શાંત ન થયે. પછી એની શાંતિને માટે રાણીઓ પોતે ચંદન ઘસવા લાગી. એટલે તેમના કંકણના સમૂહના ( અરસપરસ) અથડાવવાના રણકારથી કાનમાં આઘાત થતાં રાજાને બહુ જ કંટાળો આવવા લાગ્ય; તેથી રાણીઓએ મંગળને માટે માત્ર એક જ કંકણ હાથમાં રાખી બીજા બધા કંકણે ઉતારી નાખ્યા. એટલે રાજાએ પ્રધાનને પૂછ્યું કે –“શું રાણુઓ ચંદન ઘસતી નથી કે જેથી કંકણને અવાજ સાંભળવામાં આવતું નથી.” મંત્રીઓ બેલ્યા કે –“હે સ્વામિન! બધી રાણુઓ ચંદન તે ઘસે છે, પણ હવે હાથમાં માત્ર એક એક કંકણુ જ હોવાથી તેને અવાજ સંભળાતો નથી.” તે સાંભળીને શજાને બે મળ્યો અને મેહ ક્ષીણ થવાથી તે અંતરમાં વિચારવા લાગ્યું કે -અ ! ઘણું સાગ જ દુઃખદાયક છે. ઘણું કંકણેથી દુખ થતું હતું અને તેમાં ઓછા થવાથી