________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
આસન પર બેસાડી નમિરાજાએ ભક્તિપૂર્વક મદનરેખાને વંદન કર્યું. પછી રાજા ભૂમિ પર બેઠા એટલે સાધ્વીએ ધમ દેશના આપી અને આ પ્રમાણે તેને રહસ્ય સમજાવ્યું કે —- હે રાજન્ ! રાજ્યલક્ષ્મી અસાર છે. જીવઘાતથી પ્રાણીને અવશ્ય નરકમાં જ જવુ' પડે છે, માટે યુદ્ધથી નિવૃત્ત થા. વળી વડીલ ભાઈ સાથે તેા લડાઈ થાય જ કેમ ?” મિરાજે પૂછ્યુ કે :એ મારા મોટા ભાઈ શી રીતે ?” એટલે સાધ્વીએ જે બધું જે પ્રમાણે બન્યુ હતુ તે બધુ' સ્વરૂપ તેને કહી બતાવ્યુ અને વિશ્વાસને માટે વીંટી અને રત્નક બળની નિશાની આપી. પછી નમિરાજાએ પેાતાની પાલક માતા પુષ્પમાળાને પૂછતાં તેણે વીટી વિગેરે બતાવ્યા, તા પણ માનને લીધે નિમરાજા લડાઈથી નિવૃત્ત ન થયા. એટલે સુત્રતા સાધ્વી ચંદ્રયશા પાસે ગયા. ત્યાં તેણે તેા તરત જ ઓળખ્યા, એટલે ઉભા થવું તથા આસન વિગેરે સત્કાર અને નમસ્કાર કરીને તે સામે બેઠા. તે વખતે તેનું અંતઃપુર તથા પરિવાર વિગેરે પણ આવીને તેમને નમ્યા. પછી ચંદ્રયશાએ પૂછ્યું કે :– હે ભગવતી ! તમારે આવું ઉગ્રવ્રત કેમ સ્વીકારવું પડયુ ? ' એટલે તેણે પોતાના યથાસ્થિત સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યા. પછી રાજાએ પૂછ્યું કેઃ— તે સ્વપ્નસૂચિત મારા ભાઈ કયાં છે ?' સાધ્વી બોલ્યા કેઃ—જેણે મહારથી તારા નગરને ઘેરી લીધું છે, તે નિમરાજા જ તારા સદાહર છે.' એટલે હર્ષાકુળ થઈને ચંદ્રયશા તેને મળવાને માટે તેની સન્મુખ ચાલ્યા. તેથી નિમરાજ પણ હર્ષિત થઈને તેની સન્મુખ આવ્યા અને વડીલ ભાઇને પગે પડયા પરસ્પર સ્નેહથી તેએ મળ્યા. પછી મહાત્સવપૂર્ણાંક મિરાજાને નગરમાં
૩૫૦
-: