________________
૩૪૮
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
દીક્ષા અંગીકાર કરી, તેનું સુત્રતા એવું નામ રાખવામાં આવ્યું. પછી દુષ્કર તપ તપતાં તે નિરતિચારપણે ચારિત્ર પાળવા લાગી
હવે તે બાળકના પ્રભાવથી સર્વે રાજાઓ આવી આવીને પદ્યરથ રાજાને નમ્યા, તેથી પવરથ રાજાએ તેનું નમિ એવું નામ રાખ્યું. પછી ધાત્રીઓથી લાલન પાલન કરાતા તે અવસરે સર્વ કળાઓ શીખ્યો અને શુકલ પક્ષના ચંદ્રની જેમ વૃદ્ધિ પામીને અનુક્રમે તે યૌવનાવસ્થા પામ્યો. એટલે પિતાએ તેને
એક હજાર ને આઠ કુલીન કન્યાએ પરણાવી. પછી નમિકુમારને રાજ્યગ્ય જાણી પદ્યરથ રાજાએ તેને રાજ્યપર સ્થાપી પોતે દીક્ષા અંગીકાર કરી. અને કર્મ ખપાવીને તે મોક્ષે ગયા. સર્વ રાજાઓને નમાવતે નમિરાજા અનેક પ્રકારની ઉન્નતિને પામ્યા.
હવે જે રાત્રે મણિરથે યુગબાહુના ઘાત કર્યો તેજ રાત્રે તેને સર્પ ડશવાથી મરણ પામીને પંકપ્રભા નામે ચેથી નરકપૃથ્વીમાં તે નારકી થયે; એટલે મંત્રી અને સાંમતેએ મળી યુગબાહુના પુત્ર ચંદ્રયશાને રાજ્યપર બેસાર્યો. તે પૃથ્વીનું પાલન કરવા લાગ્યો.
એક દિવસ નિમિરાજાના રાજ્યમાં પ્રધાનભૂત એવો હાથી દઢ આલાનસ્તંભને ઉખેડીને વિંધ્યાટવી તરફ ચાલ્યું. તે હાથીને સુદર્શનપુર આગળ આવેલ જેઈને લોકેએ નિવેદન કર્યું એટલે ચંદ્રયશા રાજા અરાવત સમાન તે હાથીને પકડીને પિતાના નગરમાં લઈ આવ્યા. તે વાત ચરપુરુષોએ નમિરાજાને નિવેદન કરી. એટલે નમિરાજાએ પોતાને દૂત ચંદ્રયશા પાસે