________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
:
સુખ આપ્યુ–એમ સમજવુ, એ દાનના ઉપકાર સમાન અન્ય કોઈ ઉપકાર નથી.' ઇત્યાદિ મુનીશ્વરના કથનથી નિધર્મનુ અદ્ભુત સામર્થ્ય મનમાં ભાવતાં મણિપ્રભ વિદ્યાધરે તે દેવને ખમાવ્યા. તે વખતે તે વે મદનરેખાને કહ્યું કે —હે ભદ્રે ! કહે હું તારૂં. શું ઈષ્ટ કરૂ ? ' તે ખાલી કે :— હે દેવ ! • જન્મ, જરા, મરણ, રેગ અને શાકાદિકથી રહિત એવું મેાક્ષસુખ મને ઈષ્ટ છે, તે સુખ આપવા જિનધર્મ સિવાય ખીજુ કાઈ સમર્થ નથી; તથાપિ મને મિથિલાપુરીમાં જલ્દી લઇ જાએ, ત્યાં પુત્રમુખ જોઈ ને પછી હું ધર્મ-કમ માં વિશેષ યત્ન કરવા ઈચ્છું છું.' એટલે તે દેવ તેને તરત જ મિથિલાપુરીમાં લઈ ગયા કે જ્યાં શ્રી મલ્લિનાથ પ્રભુના દીક્ષા જન્મ અને કેવળજ્ઞાન—એ ત્રણ કલ્યાણક થયેલા છે, ત્યાં તીર્થભૂમિની બુદ્ધિથી જિનચૈત્યાને નમસ્કાર કરી નજીકના ઉપાશ્રયમાં સાધ્વીએને જોઈને તે બંનેએ તેમને વંદન કર્યું.. એટલે તેમણે ધર્મોપદેશ આપ્યા કે —આ દુર્લભ માનવભવ પામીને પ્રત્યક્ષ ધર્માધના ફળને જાણી ધર્મકાર્યમાં સટ્ટા ઉદ્યમ કરવા.' ઇત્યાદિ દેશના સાંભળ્યા પછી તે ધ્રુવ ખલ્યેા કે — હૈ સુંદરી ! ચાલ, આપણે રાજમંદિરમાં જઈએ, ત્યાં તને તારા પુત્ર બતાવુ' ’ એટલે તે ખાલી કે :-- હવે ભવના હેતુરૂપ પુત્રસ્નેહથી સર્યું.. ભવમાં ભમતાં પ્રાણીઓને પુત્રાદિ પરિવાર તેા ઘણીવાર પ્રાપ્ત થાય છે, માટે હવે તા મારે દીક્ષા લેવી છે, તેથી આ સાધ્વીઓના ચરણ જ મને શરણભૂત છે.' મદનરેખાએ આ પ્રમાણે કહ્યુ. એટલે તે દૈવ વીએને તથા મદનરેખાને નમસ્કાર કરીને સ્વગે ગયા અને મદનરેખાએ સાધ્વી પાસે
6
:
૩૪૯