________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૩૪૫
બત્રીશ દેરાસર બત્રીશ રતિકરાર છે. એ પ્રમાણે કુલ બાવન જિનાલયે છે. તે સે ચોજન લાંબા, પચાશ જન પહેલાં અને બહોતેર યોજન ઊંચા છે. વિમાનમાંથી નીચે ઉતરીને તે બંનેએ પૂર્વોક્ત સર્વે દેરાસરોમાં રહેલી ઋષભ, ચંદ્રાનન, વારિષેણ અને વર્ધમાન–એ ચારે નામની શાશ્વત જિનેશ્વરોની પ્રતિમાઓનું ભક્તિપૂર્વક પૂજન અને વંદન કર્યું પછી મણિચૂડ મુનીશ્વરને નમસ્કાર કરીને તે બંને તેમની પાસે બેઠા. એટલે જ્ઞાની મુનિશ્વરે જ્ઞાન વડે મદન રેખાની હકીકત જાણુને મણિપ્રભને ધર્મદેશનામાં શીલધર્મ સંબંધી પ્રતિબધ આપે. પછી મણિપ્રભ વિદ્યાધરે મદનરેખાને ખમાવી અને તે બેલ્યો કે “આજથી તું મારી બહેન છે. તું કહે, હવે હું શું તારૂં ઈષ્ટ કરું?” મદન રેખા બોલી કે –“હે બાંધવ! આ તીર્થના દર્શન કરાવીને તે મારૂં બધું ઈષ્ટ કર્યું છે. પછી મદન રેખાએ મુનિને પૂછયું કે –“ભગવન્! મારા પુત્રની હકીકત કહો.” મુનિ બેલ્યા કે –“ભ પૂર્વે બે રાજપુત્રો હતા. ધર્મારાધન કરીને તે બંને દેવ થયા. ત્યાંથી ચાવીને એક મિથિલાપતિ પદ્યરથ રાજા થયે અને બીજે તારો પુત્ર થયે. અશ્વથી ખેંચાઈ આવેલા પવરથ રાજાએ તારા પુત્રને લઈને પિતાની પત્નિ પુષ્પમાલાને સેપ્યો છે, અને પુત્રલાભથી સંતુષ્ટ થઈને પૂર્વ ભવના સ્નેહને લીધે તેણે મિથિલામાં પુત્રજન્મને મહત્સવ કર્યો છે. તારે પુત્ર ત્યાં સુખે રહે છે, તે સંબંધી તારે ચિંતા કરવા જેવું નથી.”
| મુનિ આ પ્રમાણે વાત કરે છે એવામાં ચંદ્ર અને સૂર્યની પ્રભાને જીતનાર, રત્નથી નિર્મિત, ઘુઘરીઓના અવાજથી