________________
૩૪૪
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
અંગીકાર કરી છે. તે સાધુ (મારા પિતા) ગઈ કાલે નંદીશ્વરદ્વિીપે જિનેશ્વરોને વંદન કરવા ગયા હતા, તેથી હું પણ તે મુનીશ્વર તથા રૌને વંદન કરવા માટે ગયે હતે. હે ભદ્ર! ત્યાંથી પાછા વળતાં રસ્તામાં આકાશમાંથી પડતી તું મારા જેવામાં આવી, તેથી મેં તને ઝીલી લીધી. માટે તું મને પતિ પણે સ્વીકારી રાજ્યની સ્વામિની થા. વળી તારે પુત્ર તે વનમાં અશ્વ કીડા માટે આવેલા મિથિલાપતિ પદ્યરથ રાજાના જોવામાં આવ્યું, તેથી તે બાળકને લઈ જઈને તેણે પોતાની પત્નિ પુષ્પમાલાને સેયો છે. ત્યાં પોતાના પુત્રની જેમ લાલન પાલન કરાતે તે સુખે રહે છે. આ બધું પ્રજ્ઞપ્તિવિદ્યાથી હું જાણી શક્યો છું. માટે હવે પ્રસન્ન મનથી મારા રાજ્યને શેભાપ કર.”
આ પ્રમાણેના તેનાં વચને સાંભળીને મદન રેખાએ વિચાર કર્યો કે –“અહો ! મારા કર્મોની વિચિત્રતા કેવી છે કે એક પછી એક દુઃખની શ્રેણી (પરંપરા) મારી સામે પ્રગટ જ થયા કરે છે. શીલના રક્ષણ માટે હું આટલે દૂર આવી, તે અહીં પણ તેને જ ભંગ ઉપસ્થિત થયે, પરંતુ મારે શીલનું તે અવશ્યમેવ રક્ષણ કરવું જ જોઈએ.” એમ ચિંતવને તે બેલી કે –“અહે મહાનુભાવ! પ્રથમ નંદીશ્વરદ્વીપે લઈ જઈને તમે મને જિવંદન અને મુનિવંદન કરાવે, પછી હું તમારું પ્રિય કરીશ.” એટલે સંતુષ્ટ થઈને તે વિમાનમાં બેસાડી એક ક્ષણવારમાં તેને નંદીશ્વરીપે લઈ ગયે. | નદીશ્વરદ્વીપમાં આવા પ્રકારની સ્થિતિ છે–ચાર દેરાસર ચાર અંજનગિરિ પર, સોળ દેરાસર સેળ દધિમુખ પર અને