________________
૩૪૨
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
કરેઆ પ્રમાણેના તેના વચનામૃતથી ક્રોધાગ્નિ શાંત થઈ જતાં મસ્તક પર અંજલિ જેડીને યુગબાહુએ તે બધું અંગીકાર કર્યું. પછી શુભ ધ્યાનથી મરણ પામીને તે પાંચમાં બ્રહ્મદેવલેકમાં દશ સાગરોપમના આયુષ્યવાળે દેવ થયો.
પોતાના પિતાના મરણથી ચંદ્રયશા અતિશય રૂદન કરવા લાગ્યો, એટલે મદનરેખાએ મનમાં વિચાર કર્યો કે –“અહે! મારા રૂપને ધિક્કાર થાઓ. હું ભાગ્યહીન છું કે જેથી મારૂ આવું રૂપ પુરુષરત્નના અનર્થનું મૂળ થયું, જે દુરામાએ મારા નિમિત્તે પિતાના ભાઈને મારી નાખે, તે પાપી મને બળાત્કાર થી પણ ગ્રહણ કર્યા સિવાય નહિ રહે, માટે હવે મારે અહીં રહેવું યોગ્ય નથી. તે હવે અન્ય સ્થળે જઈને હું પરવશપણે કંઈ કાર્ય કરીને નિર્વાહ કરીશ, નહિ તે એ પાપી મારા પુત્રને પણ મારી નાખશે.” આ પ્રમાણે વિચારીને મધ્ય રાત્રે તે સ્થાનમાંથી બહાર નીકળી, મદનરેખા પૂર્વ દિશામાં એક માટી અટવીમાં ચાલી ગઈ. રાત્રિ પસાર થતાં બીજે દિવસે બપોરના સમયે એક સરોવર આગળ જઈને તેણે પાણી પીધું અને ફળાહારથી પેટ ભર્યું, માર્ગમાં થાકને લીધે તે ખિન થઈ ગઈ હતી તેથી આરામ લેવા તે એક કદલીગૃહમાં સૂતી. ત્યાં પતિ મરણ અને પુત્રવિરહના દુઃખથી તથા માર્ગના શ્રમથી તેને નિંદ્રા આવી ગઈ. તે રાત્રિએ પણ તે ત્યાં જ સુઈ રહી, રાત્રિમાં વાઘ, સિંહ, ચિત્તા તથા શિયાળ વિગેરે ભયંકર પ્રાણીઓના ભત્પાદક અવાજથી ભયભીત થયેલી તે વારંવાર નમસ્કારમંત્રને ચિંતવવા લાગી. એવામાં મધ્ય રાત્રે ઉદરવ્યથા