________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૩૪૩
થવા લાગી અને થોડા વખતમાં જ સર્વ લક્ષણ સંપૂર્ણ તથા સૂર્યના જેવા તેજસ્વી પુત્રને તેણે મહાકષ્ટથી જન્મ આપ્યો. સવારે તે પુત્રને રત્નકંબલથી લપેટીને અને તે બાળકના હાથમાં યુગબાહુના નામથી અંકિત એવી વીંટી પહેરાવીને પોતે પોતાનાં વસ્ત્ર તથા શરીર ધોવાને માટે સરોવર પર ગઈ. ત્યાં પાણીમાં એક હાથી કીડા કરતું હતું, તેણે મદનરેખાને સુંઢ વડે પકડીને આકાશમાં ઉડાડી. એ વખતે નંદીશ્વર દ્વિપથી આવતા કેઈ યુવક વિદ્યારે તેના રૂપમાં મેહિત થઈને આકાશમાંથી પડતી તેને અદ્ધર ઝીલી લીધી, અને રૂદન કરતી એવી તેને તે વૈતાઢય પર્વતપર લઈ ગયે. ત્યાં કંઈક ધીરજ ધરીને તે બેલી કે –“હે મહાસત્વ આજ રાત્રે વનમાં મેં પુત્ર પ્રસ છે. તે બાળકને કદલીગૃહમાં મૂકીને હું સરોવર પર આવી હતી, ત્યાં પાણીમાં કીડા કરતા હાથીએ મને આકાશમાં ઉડાડી, અને નીચે પડતી મને જોઈને તમે અદ્ધર ઝીક્ષા લીધી તે બહુ ઠીક કર્યું, પણ ત્યાં રહેલા બાળકને કઈ ધાપદ (જંગલી પ્રાણી મારી નાખશે, અથવા આહારરહિત તે પિતાની મેળે (આપોઆ૫) મરણ પામશે. માટે હે દયાળુ ! મને પુત્રદાન આપી મારા પર પ્રસાદ કરો. તેને અહીં લઈ આવો અથવા તે મને જલદી ત્યાં લઈ જાઓ.” તે સાંભળીને વિદ્યાધર બોલ્યો કે -હે ભદ્રે ! જે તે પતિ તરીકે મારો સ્વીકાર કરે, તે હું તારી આજ્ઞા શિરસાવંa કરૂં. વળી બીજું પણ સાંભળ –વૈતાઢય પર્વત પર રત્નાવહ નગરમાં વિદ્યાધરોના સ્વામિ મણિચૂડ નામે રાજા હતા, તેને હું મણિપ્રભ નામે પુત્ર છું. મારા પિતાએ કામભેગથી નિવૃત્ત થઈ મને રાજ્ય પર બેસાડી ચારણશ્રમણ પાસે દીક્ષા