________________
૩૪૬
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
શબ્દાયમાન, જેમાં વાજીબોને નાદ ઉછળી રહ્યો છે એવું અને દેવતાઓ જેમાં જયજયારવ કરી રહ્યા છે. એવું એક વિમાન
ત્યાં આવ્યું. તેમાંથી તેજના પ્રસારથી દેદીપ્યમાન, શ્રેષ્ઠ ભૂષણથી વિભૂષિત અને દેવતાઓ જેના ગુણ ગાઈ રહ્યા છે એ એક દેવ નીકળે. તે દેવ પ્રથમ મદન રેખાને ત્રણ પ્રદક્ષિણા દઈ તેને પગે લાગીને પછી મુનિને નમસ્કાર કરીને તેમની પાસે બેઠે. એટલે દેવે કરેલ અગ્ય ક્રિયા જોઈને મણિપ્રભ વિદ્યાધર બાલ્યા કે –“અહો ! દેવ પણ જે આવી વિરૂદ્ધ પ્રવૃત્તિ કરે, તે પછી બીજા કોને કહેવું? ચાર જ્ઞાનના ધરનાર અને સુંદર ચારિત્રથી વિભૂષિત એવા આ મુનીશ્વરને મૂકીને તમે એક શ્રીમાત્રને પ્રથમ પ્રણામ કર્યા તે ગ્ય કર્યું નથી. આ પ્રમાણે સાંભળીને તે દેવ કંઈક બેલવા જતું હતું, એવામાં મુનિ બેલ્યા કે –“હે મણિપ્રભ! એમ ન બેલ. આ દેવ ઠપકાને યોગ્ય નથી. કારણ કે મણિરથ રાજાએ મદનરેખા પર આસક્ત થઈને પિતાના યુગબાહુ ભાઈનો ઘાત કર્યો, તે વખતે પતિના મરણ સમયે મદનરેખાએ પોતાના પતિ યુગબાહુને નિપુણ અને કે મળ વાક્યોથી જિનધર્મ સંભળાવ્યો. તે ધર્મના પ્રભાવથી યુગબાહુ પાંચમા દેવલોકમાં ઈદ્રનો સામાનિકી દેવ થયા. તે આ છે, અને તેની આ મદનરેખા ધર્મગુરુ છે. તેથી આ દેવે એને પ્રથમ વંદન કર્યું છે. કારણ કે –“જે કોઈ મુનિ કે ગૃહસ્થ-જેને ધર્મમાં જેડે, તે જ સદ્ધર્મદાનથી તેને ધર્મગુરુ ગણાય છે.” તેમજ વળી :–“સમ્યક્ત્વ આપનારે સનાતન શિવ
૧ ઈદ્રની સમાન ઋધ્ધિવાળે.