________________
३४०
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
કે –“ભય ન પામો, એ તે મારા હાથમાંથી તરવાર પડી ગઈ ને એને વાગી ગઈ શું કરું ?” એમ કહીને લેકલજજાથી તે રડવા લાગ્યો. લોકેએ યથાસ્થિત તે હકીકત જાણી પછી રાજા, બળાત્કારથી તેને નગરમાં લઈ ગયો. ત્યાં ચંદ્રયશા પુત્ર હાહારવ કરતે વૈદ્યોને લઈ આવ્યો, તથા પોતાના પિતાને લાગેલ ઘાની યત્નપૂર્વક ચિકિત્સા (ઉપચાર) કરવા લાગ્યું. તે વખતે યુગબાહુના શરીરમાંથી બહુ લેહી નીકળેલ હોવાથી તેની વાણી બંધ થઈ ગઈ હતી, ને બંધ થઈ ગયા હતા અને શરીર પણ સ્તબ્ધ થઈ ગયું હતું. એટલે મદન રેખાએ પોતાના પતિની મરણાંત સ્થિતિ જોઈને તેમના કાન પાસે આવી કેમળ સ્વરથી કહ્યું કે –“હે મહાનુભાવ! તમે હવે સ્વહિતમાં સાવધાન થાઓ. હે ધીર ! આ તમારે સાવધાનને અવસર છે, માટે મારું કથન સાંભળે-મનમાં તમારા ભાઈ ઉપર થડે પણ ખેદ કરશો નહીં. અહીં પોતાના કર્મ પરિણામને જ દોષ છે, બીજા કેઈને દોષ નથી એમ સમજજે કારણ કે –આ ભવમાં યા બીજા ભવમાં જે કર્મ જેણે કર્યું છે તે કર્મ તેને ભેગવવું જ પડે છે, બીજા તે નિમિત્ત માત્ર છે, માટે મન, વચન, અને કાયાથી ધર્મરૂપ ભાતું લઈ લે. જે દુષ્કૃત કર્યું હોય તેની નિંદા કરો. મિત્ર, અમિત્ર યા સ્વજન કે પરજનને ખમાવે. તથા મૈત્રીભાવ વધારો. જેઓને તમે દુઃખમાં નાખ્યા હોય તે બધાને ખમાવે. જીવિત, યૌવન, લક્ષ્મી, રૂપ અને પ્રિયસમાગમ એ બધું સમુદ્રના તરંગની જેમ ચંચળ છે. વ્યાધિ, જન્મ, જરા અને મરણથી ગ્રસ્ત થયેલા પ્રાણીઓને જિનધર્મ સિવાય અન્ય કેઈ શરણ નથી. તમે કેઈને પણ પ્રતિબંધ કરશે નહીં. પ્રાણ પતે એક