________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૩૩૯
કીડા, આંદોલન (હિંચકે) વિગેરે તથા ખાદ્ય, સ્વાદ્ય, અન્ન અને પાણી આદિમાં વ્યગ્ર થયેલા યુવરાજને દિવસ આ એક ક્ષણની જેમ પસાર થઈ ગયા. પછી રાત્રે તે ત્યાંજ કેળના ઘરમાં સુતે. તેના પરિવારમાંથી કેટલાક નગરમાં ગયા અને કેટલાક ત્યાં રહ્યા. તે વખતે મણિરથ રાજા પિતાના મનમાં ચિંતવવા લાગ્યો કે આજે યુગબાહુ થોડા પરિવાર સાથે વનમાં રહ્યો છે, માટે અવસર સારો છે.” એમ ધારી હાથમાં તરવાર લઈ વનમાં જઈને ચેકીદારોને કહેવા લાગ્યું કે-“અરે ! ચુગબાહુ કયાં છે ? તેઓ બોલ્યા કે – “હે સ્વામિન્ આ કેળના ઘરમાં સુતા છે, રાજાએ કહ્યું કે –વનમાં મારા ભાઈને શત્રુ પરાભવ કરશે એમ ધારી અધીરાઈથી હું અહીં આવ્યો છું.” એવામાં તરત યુગહ ઉઠયે અને રાજા પાસે આવીને તેણે રાજાને પ્રણામ કર્યા. એટલે રાજાએ કહ્યું કે –“ચાલે, આપણે નગરમાં જઈએ, રાત્રે આપણે અહીં રહેવું યંગ્ય નથી.” પછી યુગબાહુ આગળ ચાલવા લાગ્યો અને ચિંતવવા લાગ્યો કે –“આ મોટાભાઈ મારા સ્વામી અને પિતાને ઠેકાણે છે, વળી તે મારા હિતકારક છે, માટે તેમની આજ્ઞા ન ઓળંગાય તેવી છે. આ પ્રમાણે વિચારો તે નગરભણું ચાલ્યા. એવામાં અપયશના ભયની પણ દરકાર કર્યા વિના પાપબુદ્ધિ રાજાએ યુગબાહુના ગળાપર તરવારને પ્રહાર કર્યો, એટલે તે મૂચ્છિત થઈને ભૂમિ ઉપર પડયે. તે જોઈ મદનરેખાએ પિકાર કર્યો કે
અરે! ખુન, ખુન ! જદી દોડે, દોડે.” આ પ્રમાણેને પકાર સાંભળી હાથમાં તરવાર લઈને “શું થયું ?' એમ બોલતા તરત તેને માણસે દોડી આવ્યા. એટલે મણિરથ રાજાએ કહ્યું