________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
મેકલવું બધું સ્વીકારી લેવા લાગી. એકદા રાજાએ દૂતી મોકલી. તે આવીને મદન રેખાને કહેવા લાગી કે –“હે ભદ્રે ! તારા ગુણગ્રામપર રાજા રક્ત થઈને એમ કહેવરાવે છે કે તું મને પતિ તરીકે સ્વીકારીને રાજયની સ્વામિની થા.” તે સાંભળીને રાણી દૂતીને કહેવા લાગી કે –“હે દૂતી! આવું કામ ઉત્તમજનને ઉચિત નથી. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે –“હે ગૌતમ !
જ્યારે અનંત પાપરાશી ઉદયમાં આવે છે ત્યારે સ્ત્રીપણું પ્રાપ્ત થાય છે. સ્ત્રીત્વ પ્રાપ્ત થતાં પણ જે શીલગુણ ન હોય તે ભ્રમિત ચિત્તવાળી એવી તે સ્ત્રીનું જીવન કેહી ગયેલ કાંજી જેવું સમજવું.” તેથી સ્ત્રીઓને મુખ્ય ગુણ શીલ જ છે. વળી સજજને તે મરણ સ્વીકારે છે, પણ બંને લોકમાં વિરૂદ્ધ એવું શીલખંડન કદાપિ કરતા નથી. કારણ કે --“જીવહિંસા, અસત્ય અને પરદ્રવ્યના અપહરણથી તથા પરસ્ત્રીની ઈચ્છા માત્રથી પ્રાણીઓ નરકમાં જાય છે. માટે તું રાજાને જઈને કહે કે –“હે રાજન્ ! સંતેષ કરો અને કદાગ્રહને તજી દો. આવી તૃષ્ણ કદી પણ કરવી ચગ્ય નથી.” ઈત્યાદિ તેનું કથન દૂતીએ જઈને રાજાને નિવેદન કર્યું. તથાપિ રાજાની કામતૃષ્ણ સદુપદેશરૂપી પાણીથી શાંત ન થઈ.
એકદા રાજાએ મનમાં વિચાર કર્યો કે જ્યાં સુધી યુગબાહુ ભ્રાત જીવતા હશે, ત્યાં સુધી એ બીજાને ઈચ્છવાની નથી, માટે તેને ઘાત કરીને બળાત્કારથી એને સ્વાધીન કરૂ ? એમ નિશ્ચય કરી તે રાજા ભાઈને કાર્યપ્રસંગ જેવા લાગ્યો. અહો ! કામ અને મોહની મહાવિડંબના તે જુઓ. “જાત્યંધ, ૨૨