________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૩૩૫
૪ ઇદ્રિય–સ્ત્રીના અંગે પાંગ અને ઈંદ્રિયે નિરખીને જેવી નહિ. શ્રી ઉત્તરાધ્યયનમાં પણ કહ્યું છે કે-“નારીનું ધ્યાન કરતાં એટલે તેને મનમાં લાવતાં ચિત્તરૂપ ભીત મલીન થયા વિના રહે નહિ.” ઈત્યાદ; માટે સ્ત્રીની સાથે બેસવાનું અને તેના અંગો પાંગ તથા ઈદ્રિય સન્મુખ જેવાનું બ્રહ્મચારીએ તજી દેવું.
પ કુડયંતર–એટલે ભીંતનો આંતરો પણ તજવે. જે ઘરમાં દંપતી સુતા હોય અને ત્યાંથી કંકણદિને અવાજ તથા હાવભાવ, વિલાસ અને હાસ્યાદિને અવાજ સંભળાય તેમ હોય તેવા મકાનમાં ભીંતને આંતરો છતાં પણ બ્રહ્મચારીએ રહેવું નહિ.
૬ પુથ્વકીલીઅ–પૂર્વક્રીડિત એટલે પૂર્વે ગ્રી સાથે જે કીડા કરી હોય તે સંભારવી નહિ.
૭ પણુએ--અત્યંત નિગ્ધ (ભારે) આહારને ત્યાગ કર.
૮ અઈમાયાહાર–અતિમાત્ર આહાર એટલે બહુ આહારનું ભક્ષણ ન કરવું. ( ૯ વિભૂસણુઈ–વિભૂસણ, સ્વચ્છ વસ્ત્ર, સ્નાન, તેલમાલીસ આદિ અને અંગશોભા–વિગેરેને પણ બ્રહ્મચારીએ ત્યાગ કરે.
આ નવ વાડનું યત્નપૂર્વક રક્ષણ કરવું અને નિરતિચારપણે બ્રહ્મચર્યનું પાલન કરવું. તેમાં પુરુષે સ્વદારાસંતોષ વ્રત અને સ્ત્રીએ સ્વપુરુષસ તેષ વ્રત અવશ્ય પાળવું. જે વિષયમાં