________________
૩૩૮
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર મદોન્મત્ત અને અર્થે દોષને જોઈ જ શકતા નથી. તેમજ વળી :--
“ધે સીએ લીબડે, થાણે કીધ ગુણેલ; તેહી ન છેડઈ કટ્ટપણે, જાતે હિ તિણે ગુણેશું.”
લીંબડાને દૂધે સીંચવામાં આવે અને તેની ફરતું ગેળનું કુંડાળુ (કયારામાં ખાતરાદિ) કરવામાં આવે, તે પણ તે પોતાનું કડવાપણું છોડતો નથી–તેના ગુણ જતા નથી-કાયમ રહે છે.”
એકદા મદનરેખાએ સ્વપ્નમાં ચંદ્રમાં જોયે, એટલે તે વાત તેણે પિતાના પતિને જણાવી. તે સાંભળીને યુગબાહુ બે કે:-“હે દેવી તને ચંદ્ર સમાન પુત્ર થશે.” પછી ગર્ભના પ્રભાવથી તેણે ત્રીજે મહિને દોહદ થયે કે –“જિનપૂજા - કરું અને જિનેશ્વરેની કથા સાંભળું આવા દેહદને તેના
સ્વામીએ પૂર્ણ કર્યો, એટલે તે ગર્ભનું પોષણ કરવા લાગી એકદા વસંતઋતુ આવી. તે વખતે નાગ, પુનાગ, માલિકા, પાટલ, કુંદ મચકુંદ, એલા, લવંગ, કેકેલ, દ્રાક્ષા, ખજુરિકા, કદલી, લવલી, જાઈ, શતપત્ર, રાયણ, આંબો અને ચંપક વિગેરે વૃક્ષે અત્યંત કુસુમિત થયાં. ત્યાં ઘણું ભ્રમરો કીડા કરવા લાગ્યા. કેયલ અને પોપટ વિગેરે પક્ષીઓ ત્યાં રહેતા છતાં હસવા, બેલવા અને આમતેમ દોડવા લાગ્યા. તે અવસરે યુગબાહુ પિતાની પત્ની સાથે તે વનમાં કીડા કરવા ગયો. ઘણું નગરજને પણ ત્યાં કીડા કરવા આવ્યા હતા. ત્યાં જળ