________________
૩૩૬
શ્રી પાર્શ્વનાથ ચઢિ
વ્યાકુળ થઈ મનથી પણ શીલને ખંડિત કરે છે તે મણિરથ રાજાની જેમ ઘેર નરકમાં જાય છે. અને જે સતી મદનરે ખાની જેમ નિર્મળ શીલ પાળે છે, તે ભાગ્યવંત જીવોમાં પ્રશંસાપાત્ર થઈ સુગતિનું ભાજન થાય છે. તે મણિરથ અને મદનરેખાને સંબંધ આ પ્રમાણે છે :--
આ ભરતક્ષેત્રમાં અવંતીદેશમાં લહમીના નિવાસસ્થાન રૂપ સુદર્શન નામે નગર છે. ત્યાં મણિરથ નામે રાજા રાજ્ય કરતે હતે. તે પાપિષ્ટ અને શ્રીલંપટ હતો. તેને યુગબાહુ નામે યુવરાજ ભાઈ દયાળુ, દાતા, ગુણવાન, ઉત્તમ અને સારા મનવાળે હતે. તે યુવરાજને સદ્દગુણથી શોભાયમાન, સતી અને સાધ્વી મદનરેખા નામે પત્ની હતી, તે રૂપવતી, જિન ધર્મમાં રક્ત, નવતત્વને જાણનારી, બારવ્રતને ધારણ કરનારી, સ્વપતિ ભક્તા અને સતી હતી. તે હંમેશા પૌષધ અને પ્રતિક્રમણાદિક કરતી હતી. પોતાના પતિ સાથે સંસારસુખ ભેગવતાં તેને ચંદ્રયશ નામે પુત્ર થયો.
એકદા અલંકારથી સુશોભિત એવી મદનરેખાને પડદામાંથી જોઈને મણિરથ રાજાને વિચાર થયો કે –“અહો ! આ કેવી દેવાંગના જેવી શેભે છે ! વીજળીની જેવી શોભાયમાન આવી મારી સ્ત્રી નથી. માટે નિશ્ચય આને મારે સ્વાધીન કરવી પણ પ્રથમ એને લાલચમાં નાખું તો ઠીક. એમ ધારીને રાજા પુષ્પ, પાન, વસ્ત્ર અને અલંકાદિક તેને મોકલવા લાગ્યો. નિર્વિકલ્પ એવી તે “આ જયેષ્ઠને પ્રસાદ છે” એમ સમજીને રાજાનું
૧ સારા અવારવાળી–