________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૩૩૩
કરોડો જન્મ સુધી તીવ્ર તપ કરતાં જે કમ ક્ષીણ ન થાય, તે કર્મ સમતાભાવનું આલંબન કરવાથી ક્ષણવારમાં ક્ષીણ થઈ શકે છે. (૧) અંતરમાં વીતરાગનું ધ્યાન કરતાં ધ્યાતા (જીવ) વિતરાગ થઈ શકે છે. માટે બીજા બધા દુર્ગાનને દૂર કરી ભ્રામર (ભ્રમર સંબંધી) ધ્યાનનો આશ્રય કરે. (૨) સ્થાન, વાહન, જંગલ, જન સુખ કે દુઃખમાં મનને વીતરાગપણામાં જોડી રાખે કે જેથી તે સદા તેમાં જ લયલીન રહે. ઇંદ્રિયાને નાથ મન છે, મને ને નાથ પવન છે, પવનને નાથ લય છે. અને લયને નાઈ નિરંજન છે. જે મનને બાંધી રાખવું હોય તે તે બાંધી શકાય છે અને મુક્ત રાખવું હોય તે મુક્ત રહે છે, માટે સુજ્ઞજનોએ પકડીને દોરડા વડે બાંધેલા બળદની જેમ મનને કબજે રાખવું. જેમ પુષ્પમાં સૌરભ, દૂધમાં ઘી અને કાયામાં તેજ (જીવ) સ્થિત રહેલ છે તેમ જીવમાં જ્ઞાન, રહેલ છે. પણ તે ઉપાયથી વ્યક્ત (પ્રગટ) થઈ શકે છે.”
આ પ્રમાણે દાનધર્મનું મહાભ્ય વર્ણવ્યા પછી ધર્મના બીજા અંગરૂપ શીલધર્મનું વર્ણન કરે છે –
"शौचानां परमं शौचं गुणानां परमो गुणः । प्रभावमहिमाधाम, शीलमेकं जगत्राये" ॥
“પવિત્રમાં પરમ પવિત્ર શીલ છે, ગુણેમાં પરમ ગુણ. શીલ છે, અને ત્રણે જગતમાં એક શીલ જ પ્રભાવ અને. મહિમાનું ધામ છે.'