________________
(૩૩૨
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
પધારો.” પછી ચંદ્ર ભાવપૂર્વક મુનીશ્વરને હરાવ્યું અને બીજા ત્રણેએ અનુમોદના કરી. ત્યાં ચારેએ ભેગકર્મફળ ઉપાર્જન કર્યું. પછી તે ચારે અનુક્રમે કુશળક્ષેમે સ્વનગર જયપુરમાં આવ્યા. ત્યાં સર્વ સ્વજને મળ્યા, અને વર્યાપનને માટે ઉત્સવ થયે. પછી ઘણા વખત સુધી ઋદ્ધિસુખ ભોગવીને તે ચારે દાનના પ્રભાવથી બારમાં દેવલોકમાં દેવ થયા. દેવકનું આયુ સંપૂર્ણ થતાં ત્યાંથી ચાવીને તે ચારે છ જુદા જુદા ચાર દેશના રાજા થયા. પરમ સમૃદ્ધિવંત એવા તે ચાર વચ્ચે પૂર્વભવના નેહસંસ્કારથી પરમ પ્રીતિ થઈ. તેથી તે ચારે વારફરતી એક જ દેશમાં સાથે રહેવા લાગ્યા. એ પ્રમાણે રાજ્યસુખ ભેગવી અને સંયમની સાધના કરી મેક્ષે ગયા.
ઇતિ ચાર મિત્ર કથા
હે ભવ્ય ! તત્વજ્ઞાન વિના માત્ર વિદ્યાથી ગુણની પ્રાપિત થતી નથી. અને સમભાવથી રહિત તપસ્યા પણ ગુણ કે લાભ કરતી નથી. તથા મનની સ્થિરતા વિના તીર્થયાત્રાથી પણ લાભ થતો નથી. કહ્યું છે કે –
प्रणिहंति क्षणार्धन साम्यमालंब्यतत् । यन्नहन्यान्नरस्तीव्रतपसा जन्मकाटिभिः ॥१॥ वीतराग हृदिध्यायन् वीतरागा यथा भवेत् मुक्ताऽखिलमपध्यानं भ्रामर ध्यानमाश्रय ॥२॥