________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
રાજાએ બહુ આગ્રહથી તેને મરણ પામતા અટકાવ્યા; પરંતુ ભાનુમ`ત્રીએ મીજી વખત લગ્ન ન કરવાના નિયમ લીધા.
૩૩૦
--
કેટલાક દિવસા પછી તે પોતાને નગરે ગયા, એટલે સ્વગૃહે જઈ ને સ્વજનાએસ'ગૃહિત પત્નીના હાડકાની પૂજા. કરવા લાગ્યા. તેના ગુણ્ણાનું સ્મરણ કરીને તે રડવા લાગ્યા. પેાતાના દેહની પણ મમતા તેણે મૂકી દીધી એકદા તેણે વિચાર કર્યો કે — ગંગામાં જઈને પત્નીના હાડકાને પધરાવી દઉં.' એમ વિચાર કરીને મંત્રી ગગા કાંઠે ગયા. પત્નીના હાડકાં ગંગામાં નાખતા તે સરસ્વતીનું નામ લઈને પ્રલાપ અને રૂદન. કરવા લાગ્યા. એ વખતે નજીકમાં રહેલી વારાણસીના રાજાની પુત્રી સરસ્વતીએ તેને વિલાપ કરતાં સાંભળ્યું. તેને જોઇને તે મૂતિ થઈ જમીન પર પડી, એટલે તેની બહેનપણીઓએ જઈને રાજાને નિવેદન કર્યુ, તેથી રાજા પણ સપરિવાર ત્યાં આવ્યા. એવામાં કન્યા પણ શીતળ વાયુ અને ચંદનથી સાવધાન થઈ. પછી રાજાએ પુત્રીને પૂછ્યું કે —‘ તને શુ* થયુ* ?” તે ખાલી કે:“હે પિતાજી ! આ મારા પૂર્વ ભવના પતિ છે, હવે બીજા બધા પુરુષા મારે ભાઇ સમાન છે. આજ મારી. સ્વામી છે અને હું એને જ વરવાની છું” એટલે રાજાએ તે કન્યાના મત્રીની સાથે વિવાહ કર્યાં, એટલે મત્રી તેની સાથે સુખભાગ ભાગવવા લાગ્યા. અન્યદા રાજાએ તેને રાજ્ય આપીને દીક્ષા અંગીકાર કરી એટલે ભાનુ રાજા રાજ્ય કરવા લાગ્યા. એકદા તે સરસ્વતીને દાહજંગરની પીડા થઈ. બહુ ઉપાય કરતાં પણ તે શાંત ન થઈ છેવટે તે પીડાથી સરસ્વતી મરણ પામી..