________________
૩૨૮
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
સાત્વિક ! તારે આત્મઘાતનું મહાપાતક ન કરવું, શાસ્ત્રોમાં એને મેટું દૂષણ કહેલ છે.” એમ કહીને તે ચાલ્યો ગયો. પછી ચંદ્ર બીજા પર્વત પર જઈને વળી ગળે ફસે બાંધ્યું, એટલે
ત્યાં કાસગે રહેલા કેઈ સાધુએ કહ્યું કે “સાહસ ન કર.” ચંદ્ર ચોતરફ જોયું, તે વૃક્ષોની ઘટામાં રહેલા કેઈ મુનિ તેના જેવામાં આવ્યા. તેમની પાસે જઈ નમસ્કાર કરી ચંદ્ર કહ્યું કે:-“હે નાથ ! મંદભાગ્યવાળા એવા મારે હવે જીવિતથી શું? સાધુ બેલ્યા કે –“આત્મઘાત (આત્મહત્યા)ના પાપથી પ્રાણીઓ દુર્ગતિએ જાય છે, અને જીવતો નર ભદ્ર (કલ્યાણ) પામે છે. આ સંબંધમાં મારૂં જ દૃષ્ટાંત સાંભળ –
મંગળપુર (જ્યપુર)માં નીતિને જાણનાર એ ચંદ્રસેન નામે રાજા રાજ્ય કરતા હતા. તેને ભાનમંત્રી નામે પ્રધાન હતો. તે પ્રધાનને સરસ્વતી નામની સ્ત્રી હતી. તેમને પરસ્પર બહુજ પ્રીતિ હતી. એકદા પ્રધાને પલંગ પર તેને રૂદન કરતી જોઈ, એટલે તેણે પૂછયું કે – હે પ્રિયે ! શા માટે રૂદન કરે છે? તે બેલી કે –“હે નાથ! કંઈ નથી.” ફરી તેણે આગ્રહથી પૂછયું, એટલે તે બોલી કે –“હે સ્વામિન્ ! અન્ય સ્ત્રીની સાથે વિલાસ કરતાં તમને મેં આજે સ્વપ્નમાં જોયા, તે માટે હું રૂદન કરું છું.' તે સાંભળીને પ્રધાન બે કે –“અહો! જે સ્વપ્નમાં પણ સપત્નીને જોઈ દુઃખી થાય છે, તે સાક્ષાત જોઈને તેની શી દશા થાય ?' એમ વિચારીને તેણે કહ્યું કે :
હે પ્રિયે ! આ ભવમાં તેજ પત્ની છે; તું જીવતાં હું જીવું છું અને મરણ પામતાં હું પ્રાણત્યાગ કરવા તૈયાર છું.' આ પ્રમાણે કહેવાથી તેમને સ્નેહ પ્રકર્ષ–વૃદ્ધિ પામે