________________
૩૨૬
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયમાં જયપુર નામના નગરમાં જયશેખર નામે રાજા રાજ્ય કરતા હતા. ત્યાં ચાર વ્યવહારી પુત્ર પરસ્પર મિત્ર હતા. તેમાં પ્રથમ ચંદ્ર, બીજો ભાનું, ત્રીજે ભીમ અને રે કૃષ્ણ એ ચારે પરસ્પર એકરૂપ થઈ પરમ મિત્રપણે પરસ્પરના હિતને ઇચ્છતા છતા અન્ય હસતા અને કીડા કરતા હતા. કહ્યું છે કે –“પિતાની સાથે એકરૂપ થનાર જળને ખીરે પોતાના બધા ગુણે આપ્યા, પછી ખીરને તપ્ત થયેલ જોઈને પાણીએ અગ્નિથી બળવા માંડયું. એટલે મિત્રની આપત્તિ જોઈને દુભાયેલ ખીર (દુધ) અગ્નિમાં પડવાને તૈયાર થયું તેને જ્યારે પાણી છાંટયું–પાણી મળ્યું ત્યારે તે શાંત થયું. આ દ્રષ્ટાંત ઉચિત છે. ખરેખર ! સંત જનોની મૈત્રી એવી જ હેય છે. “આપે અને ગ્રહણ કરે, ગુહ્ય કહે અને સાંભળે, તથા ભોજન કરે અને કરાવે એ પ્રીતિનાં છ લક્ષણ છે. તેઓ પિતાએ ઉપાર્જન કરેલી લમીને યથેચ્છ ઉપભેગ કરતા હતા.
એકદા ચંદ્ર વિચાર કર્યો કે –“ખરેખર અમે ભાગ્યવંત નથી. કારણ કે બાલ્ય ભાવમાં માતાનું દૂધ અને પિતાનું ધન ભેગવવું યંગ્ય છે, પણ યૌવન વયમાં તે જે સ્વભુજાથી ઉપાર્જન કરેલ લક્ષમી ભેગવે અને તેનું દાન કરે તેજ ઉત્તમ છે. મૂળને હાનિ પહોંચાડે તે તે અધમ કહેવાય છે. માટે ધન મેળવવાનો ઉપાય કરવો યુક્ત છે અને આવક વિના ખર્ચ કરે તે યેગ્ય નથી. કહ્યું છે કે –“આવક વિના ખર્ચ કરનાર, અનાથ છતાં કજીયા પ્રિય અને આતુર (વ્યાધિગ્રસ્ત)