________________
૩૨૪
-
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
ગુણથી સંતેષ પામીને રાજાએ તેને પટરાણી બનાવી. એટલે પતિના પ્રસાદને પામીને સદ્દગુણરૂપી પાણીથી તે પોતાનું પાત્ર છેવા લાગી. પોતાના ગુણેથી તે રાણી સર્વત્ર પ્રખ્યાત થઈ અને તે વસંતક પણ ત્યાં જ રહીને રાજ સેવા કરવા લાગ્યો. જુગાર, ચેરી વિગેરે સર્વ છેડી દીધું અને સદાચારમાં તત્પર થઈને સમય પસાર કરવા લાગ્યા. શીલવતી રાણી ગૃહસ્થ ધર્મમાં પરાયણ થઈ સુખ ભેગવતાં અભયદાનના પ્રભાવથી કાળ કરીને નવમા કૈવેયકમાં દેવત્વ પામી. ત્યાં એકત્રીશ સાગરોપમનું આયુષ્ય ભેગવીને તે મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધિપદને પામશે. વસંતક પણ ગુરુના વેગથી પાંચ અણુવ્રત અંગીકાર કરી સમ્યક પ્રકારે પાળીને સ્વર્ગે ગયે. આ પ્રમાણે અભયદાનનું મહાસ્ય જાણીને અભયદાન દેવું.
ઇતિ અભયદાનેપરી વસંતક દષ્ટાંત. ભગવંત પાર્શ્વનાથ ભવ્ય જીવોને પ્રતિબંધ આપે છે કે – હે ભવ્ય જીવો ! સાંભળે-સાધુઓને અન્ન, ઉપાશ્રય, ઔષધ, (દવા) વસ, પાત્ર (ઉપકરણ) અને જળદાન આપવાથી પ્રાણી કરાડ ભવના ભેગા થયેલ પાપ ખપાવી ચક્રવત્તી અને તીર્થંકર પદવી પામે છે. પાત્રે આપેલ દાન મનુષ્યને બહુ ફળદાયક થાય છે. કહ્યું છે કે
૧. ગૃહસ્થ ધર્મ પાળનાર ઉત્કૃષ્ટા બારમે દેવલે કે જાય છે. અહીં નવમાં રૈવેયકે ગયાનું લખ્યું છે તે વિચારણીય છે. ચારિત્ર ગ્રહણ કરીને ગયાનું પાનાથ પાબંધ ચરિત્રમાં કહ્યું છે.