________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૩રય "खलापि गवि दुग्ध स्यात्-दुग्धमप्युरगे विषम् । पात्रापात्रा विचारेण, तत्पात्रे दानमुत्तमम्" ॥
“ખલ, (ળ) પણ ગાયને આપવાથી તે દુધરૂપે થાય છે અને દુધ સપને આપવાથી તે વિષરૂપે થાય છે, માટે પાત્રાપાત્રને વિચાર કરતાં સુપાત્રે આપેલ દાન સર્વોત્તમ છે.” તેવા ઉત્તમ પાત્ર તે સાધુઓ જ કહેવાય. સત્તાવીશ ગુણ સહિત, પંચ મહાવ્રતના પાલક અને અષ્ટ પ્રવચન માતાના ધારક હોવાથી સાધુઓ જ ઉત્તમ પાત્ર છે. સિદ્ધાંતમાં પણ કહ્યું છે કે –“ઉત્તમ પાત્ર સાધુ, મધ્યમ પાત્ર શ્રાવક અને જઘન્ય પાત્ર અવિરતિ સમ્યગદષ્ટિ જાણવા.” માટે સાધુઓ મુખ્ય પાત્ર હેવાથી તેમને પ્રથમ દાન આપવું. તેમજ સાધર્મિકોને પણ દાન આપવું. શ્રી સિદ્ધાંતમાં કહ્યું છે કે –“તથા પ્રકારના શ્રમણ માહણ (સાધુ)ને પ્રાસુક અને એષણીય અશન, પાન, ખાદિમ અને સ્વાદિમનું દાન આપવાથી પ્રાણીઓ આયુ સિવાય બીજા સાત કર્મોની ગાઢ પ્રકૃતિઓને શિથિલ કરે છે અને તેથી કેટલાક છો તેજ ભવે મોક્ષે જાય છે–સર્વ દુઃખનો અંત કરે છે, કેટલાક જીવો બે ભવે સર્વ દુઃખને અંત કરી સિદ્ધ થાય છે, જઘન્યથી ઋષભદેવ સ્વામીના જીવની જેમ તેર ભવનું ઉલ્લઘન તે કરતા જ નથી.”
મુગ્ધભાવથી પણ સુપાત્રે દાન આપદ્મશ્રી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ સંબંધમાં નીચે જણાવેલું દ્રષ્ટાંત શ્રવણીય છે –