________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૩૨૭
}:
:
છતાં બધું ખાનાર–પુરુષ જલ્દી વિનાશ પામે છે.’ આ પ્રમાણે વિચાર કરીને તેણે અન્ય ત્રણ મિત્રાને પેાતાના અભિપ્રાય દર્શાવ્યા. એટલે તે બધાએ નિય કર્યો કે :–નાવના સાધન વડે સમુદ્રના વ્યાપાર કરવા? એમ વિચારીને તેમણે પાતપાતાના પિતાને તે વાત નિવેદન કરી, એટલે તેઓએ કહ્યું કેઃ- આપણા ઘરમાં બહુ ધન છે, માટે ઈચ્છા પ્રમાણે તેના ઉપભેગ કરા, તમારે કમાવા જવાની જરૂર નથી. પુત્રાએ કહ્યું કે - ‘અમારે અવશ્ય પરદેશ કમાવા જવું જ છે, માટે આજ્ઞા આપે? એટલે ફરી તેમણે કહ્યું કે “તમે ભેાળા છે, લેાકેા ઠગ છે, પરદેશ વિષમ છે અને સમુદ્રમા ના વ્યાપાર વધારે મુશ્કેલ છે.' ઇત્યાદિ યુક્તિથી બહુ રીતે સમજાવ્યા છતાં તે સમુદ્રમાર્ગે જવાને તૈયાર થયા અને કરિયાણાથી નાવ ભરીને અપશુકનથી નિવારિત થયા છતાં ચાલતા થયા. સમુદ્રમાં ચાલતાં ત્રણ દિવસ થયા, એવામાં આકાશમાં ગર્જના, વીજળી અને મહા પવનના ઉત્પાત થયા, એટલે વહાણ ભાંગી ગયુ અને તેમાં રહેલા લેાકેા સમુદ્રમાં આમતેમ લથડીયાં ખાઈને ડુમી ગયા. કેટલાક ભાગ્યવશાત્ પાટીયાના આધારથી કિનારે નીકળ્યા. ચંદ્ર પણ પાટીયાના આશ્રયથી સાતમે દિવસે કિનારે નીકળ્યેા. તે ચિત્તમાં ચિંતવવા લાગ્યા કે – અરે ! મેં બધા લેાકાને કષ્ટમાં નાખ્યા, પિતા અને સ્વજનાએ વાર્યા છતાં હઠથી આ કામ કરતાં મને તેનુ અનિષ્ટ ફળ મળ્યું, હવે મારે જીવવાનું શુ પ્રત્યેાજન છે ?” આ પ્રમાણે વિચારી વજ્રના ફ્રાંસાથી વૃક્ષમાં પેાતાના કંઠને બાંધીને નીચે લટકયા. એવામાં કાઈ બ્રાહ્મણ ત્યાં આવવાથી છુરીવતી ફ્રાસા કાપી નાંખીને મેલ્યા : - હે