________________
૨૨૨
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
પછી રાજા વધને માટે જેટલામાં તે કેટવાળને સેપે છે, એવામાં બીજી રાણીએ તે જ પ્રમાણે તેની માગણી કરી, અને પૂર્વ પ્રમાણે જ તેને તેલાદિની માલીસ, સ્નાન અને ભાજન કરાવ્યું. અને તે જ પ્રમાણે તેનું લાલન પાલન કર્યું. એમ અનુક્રમે સાપન્યભાવથી ઉત્પન્ન થયેલ સ્પર્ધાને લીધે બીજી રાણીઓએ પણ અનુકમે એક એક દિવસ રાજાને વિનવી તેની માગણી કરીને બહુ ધનના ખર્ચપૂર્વક વિવિધ ઉત્સવોથી તે ચોરના મનોરથ પૂર્યા.
હવે તે રાજાને પોતાનું કુળવ્રત પાળતી, અલ્પ પરિવારવાળી અને પોતાના જ કર્મના દોષને માનનારી એવી શીલવતી નામે પાંચસે રાણી ઉપર એક અણુમાનિતી રાણી છે, કે જેને રાજાએ વિવાહ કર્યા પછી નજરે પણ જોઈ નથી. તેણે સાહસ પકડીને રાજા પાસે આવી વિજ્ઞપ્તિ કરી કે –“હે સ્વામિનું ! હે પ્રાણાધાર ! હે પ્રાણવલ્લભ! મેં કદાપિ કંઈ પણ આપની પાસે માગણી કરી નથી, તેથી જો આપની આજ્ઞા હોય તે આજે કંઈક માગણી કરૂં.' રાજાએ કહ્યું કે “માગ.” તે બેલી કે –“આ ચાર મને આપો અને એને અભયદાન આપે.” તે સાંભળી રાજાએ તેનું ગુણગૌરવ જાણીને તે કબુલ રાખ્યું, અને કહ્યું કે – હે પ્રિયે ! તારા વચનથી એ ચેરને હું મુક્ત કરૂં છું” પછી તે રાણીએ તે ચેરને પિતાને ઘેર લઈ જઈને સંક્ષેપ (ઓછી સરભરા) થી સ્નાન ભજન કરાવી નજીવી (ડી) કિંમતના વસ્ત્ર પહેરાવીને અભયદાન આપ્યું. એટલે તે ચાર રાજ્યના લાભ કરતાં પણ તેને અધિક લાભ માનવા