________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૩ર૧
વજ્રથી તેનુ શરીર લુછીને કદલીના ગસમાન કામળ દિવ્ય વજ્ર પહેરાવ્યા. તેના મસ્તકના કેશને કૃષ્ણાગુરૂ–ધૂપના ધુમાડાથી વાસિત કર્યા. પછી ચંદનના રસથી તેના અગને વિલેપન કરી તેમણે યથાસ્થાને તેને અલકારા પહેરાવ્યા. બંને મહુમાં ક્રુષ્ણ, આંગળીમાં ઊં`કા ( વી*ટી ), કાનમાં કુંડળ, મસ્તકે મુગટ અને કઠમાં હાર તથા અહાર પહેરાવ્યા. પછી એક વિશદ્ આસન પર બેસાડીને સારા પાટલા પર સેાનાના થાળ તથા વાડકા વિગેરે મંડાવ્યા અને વિવિધ વર્ણના પકવાન ધીપૂરાદિક ( ધેખર આદિ), દાળ, ઘી, દહિં ભાત આદિ બધું પીરસાવી રાણીએ તેને ગૌરવસહિત પાસે બેસીને ભેાજન કરાવ્યું. પછી કપૂરમિશ્રિત પાન ખવરાવ્યું. ત્યાર પછી તેને પલંગ પર બેસાડીને તેની આગળ બેસી રાણીએ પેાતે વિચિત્ર કથા, અને કાવ્યરસથી તેને વિનાદ પમાડયેા. દિવસના પાછલા ભાગમાં રાણીના હુકમથી સેવકાએ તેને એક સારા અશ્વ પર બેસાડી પટ્ટસૂત્રમય લગામ હાથમાં આપી, મસ્તક પર છત્ર ધારણ કરી, ચારે બાજુ યત્નપૂર્વક સે’કડા સુભટાથી યુક્ત થઈ પાંચ શબ્દમય વાજીંત્રના નિર્દોષ ( અવાજ) પૂર્વક સત્ર નગરમાં ધીરે ધીરે ફેરવ્યા. સર્વ નગરજનાથી જોવાતા અને સત્ર કૌતુકાને જોતા એવા તેને સાંજે ફેરવીને પાછેા મહેલમાં લાવ્યા. પછી રાત્રે પલંગ પર ફામળ શય્યામાં એશીકા વિગેરે આપી તેને સુવાડીને પ્રેમ ઉપજાવી લીલાપૂર્વક રાત્રી પસાર કરાવી. સવારે પાછા તેના હતા તે જ વેષ પહેરાવી તેને
રાજાને સાંપ્યા.
૨૧