________________
૨૭)
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર આ પ્રમાણે જગતપ્રભુની સ્તુતિ કરી પ્રભુને લઈને ઈ - વામાદેવી પાસે મૂક્યા અને અવસ્થાપિની નિદ્રા તથા પ્રતિરૂપક (પ્રતિબિંબ) સંહારી લીધા, પછી પ્રભુની દૃષ્ટિના વિનેદને માટે - શય્યા ઉપર શ્રીદામ ગંડક (રત્નમય દડો) અને ઓશીકા પાસે દિવ્ય કુંડળયુગળ અને વસ્ત્ર મૂકયા. પછી ઈદ્રના આદેશથી કુબેરે પ્રભુના મહેલમાં (૧૨ ક્રેડ) દ્રવ્ય અને રત્નની વૃષ્ટિ કરી. પછી પ્રભુના અંગુઠામાં અમૃત સિંચી જિનેશ્વરને પ્રણામ કરી - બધા સુરેન્દ્રો અને સુરાસુરે નંદીશ્વર દ્વીપે જઈ ત્યાં શાશ્વત જિનેશ્વરને નમી અઠ્ઠાઈ મહોત્સવ કરી આનંદિત થઈને - સ્થાને ગયા.
હવે સવારે સ્વામીની માતા વામાદેવી જાગ્રત થયા એટલે - જેનું વદન કમળ વિકસિત છે અને જેણે દિવ્ય અંગરાગ અને
અને ધારણ કર્યા છે એવા પુત્રને પિતાના પડખામાં જોઈને તે પરમ આનંદ પામ્યા. પછી રાણીના પરિવારે પુત્રજન્મને વૃત્તાંત રાજાને નિવેદન કર્યો. દિકુમારીના આગમન વિગેરેને બધે - હેવાલ કહી સંભળાવ્યું. એટલે તેને ઈનામ દઈને અશ્વસેન - રાજાએ પુત્રને જન્મત્સવને પ્રારંભ કર્યો. પ્રથમ કેદખાનામાંથી
સર્વ બંદીજનેને મુક્ત કર્યા. નૃત્ય અને સ્ત્રીઓના દિવ્ય ગીતથી, વાઈના નાદથી, જયજયારવથી, નાટકથી અને શંખધ્વનિથી તે નગરી તે વખતે શબ્દાદ્વૈત (શબ્દમય) થઈ ગઈ. દાન, સન્માન અને વધામણ તથા વધતી લક્ષમીને લીધે તે રાજભવન વિશાળ છતાં તે વખતે સાંકડું થઈ ગયું. પછી કુળાચાર પ્રમાણે . સૂતક નિવૃત્ત થતાં અશ્વસેન રાજા સ્વજનોને આમંત્રી ભેજન,