________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
મહાશત્રુના જય કરવાથી તમારી બંને બાજુ બે ચંદ્ર આવીને આપની સેવા કરતા હાય-તેમ અને ચામર શેાલે છે. સાત, દન અને ચારિત્રરૂપ રત્ન તમારામાં એકતા પામેલા હેાવાથી તેમનુ જાણે સૂચન કરતા હાય-તેમ તમારા મસ્તકપર ત્રણ છત્ર શેાલે છે. ચાર પ્રકારના ધર્મને પ્રકાશતા એવા આપના ચાર મુખમાંથી પ્રગટ થતા દિવ્યધ્વનિ જાણે ચાર કષાયેાના નાશ સૂચવતા હાય-તેમ આકાશમાં ચારે બાજુ ધ્વનિત થયા કરે છે, આપે કરેલા પાંચ ઈંદ્રિયાના જયથી સંતુષ્ટ થઈને જ દેવા તમારી દેશનાભૂમિમાં મંદરાદિ પાંચ પ્રકારના (પાંચ વર્ણના ) પુષ્પા વરસાવે છે. જાણે આપથી કરાતી છકાયની રક્ષાને સૂચતુ હાય—તેમ ગગનસ્પશી પદ્મવાથી ઉદ્ભસિત આ અશેાકવૃક્ષ આપની ઉપર શે।ભી રહ્યું છે. હે નાથ ! સાત ભયરૂપ કાષ્ઠને ભસ્મ કરવાથી અગ્નિસમાન છતાં આપના સંગતથી જ જાણે આભામંડળ શીતળતાને ધારણ કરતું હાય–એમ લાગે છે. ઉંચે રહીને આઠે દિશાઓમાં (ચાર દિશા ને ચાર વિદિશામાં ) શબ્દ કરતા આ દુંદુભિ જાણે આપના અષ્ટ કર્મરૂપ શત્રુસમૂહના વિજયને સૂચવતો હાસ–એમ જણાય છે; હે નાથ ! સાક્ષાત્ અંતરંગ ગુણલક્ષ્મી જ હાય—તેવી આ પ્રાતિહા ની શાભા જોઇને કાનુ` મન આપનામાં સ્થિર ન થાય ?”
૩૦૨
આ પ્રમાણે જગત્પ્રભુની સ્તુતિ કરીને શ્રીમાન્ અશ્વસેનરાજા ઉદારબુદ્ધિથી ઉપાસના કરતા છતાં સપરિવાર યથાસ્થાને બેઠા. પછી ભગવંતે ચેાજનગામિની, અમૃત સિ’ચનારી અને સર્વ જીવા સમજી શકે તેવી (૩૫ ગુણવાળી) વાણીથી મધુરદેશના આપવાના પ્રારંભ કર્યાં. શ્રી જિનેશ્વરની મધુરવાણી આગળ દ્રાક્ષ તે