________________
૩૧૦
- શ્રી પાર્શ્વનાથ ચરિત્ર મિત્રરહિતને મિત્ર સમાન, અનાથને નાથ અને જગતને એક વત્સલરૂપ છે. જીવદયામય સમ્યગુધર્મને ભગવંતે ગૃહસ્થ અને યતિના ભેદથી બે પ્રકારે ઉપદેશેલે. છે. હે ભદ્ર! યથાશક્તિ તે ધર્મને તું આશ્રય કર.”
ઈત્યાદિ દેશના રૂપી મંત્રથી મોહરૂપ મેટા ઝેરનો નાશ થતાં સદ્ધર્મરૂપી ચેતન પામીને વિજયે મુનિ પણું અંગીકાર કર્યું. તેને દીક્ષા આપીને મુનીશ્વરે આ પ્રમાણે ધર્મશિક્ષા આપી –“અહે! વિજયરાજર્ષિ! તું એકાગ્ર મનથી હિતશિક્ષા સાંભળ –હે મુને ! જિનેશ્વરે જે રાગદ્વેષાદિ શત્રુઓને બળાત્યારથી જીત્યા, તે શત્રુઓનું જે પિષણ કરે તેમની પર જિનેશ્વર કેમ પ્રસન્ન થાય ? માટે તે રાગદ્વેષાદિ શત્રુઓ જ જીતવા લાયક છે. વળી શાસ્ત્રમાં કહ્યું છે તે સાંભળ–તપના અજીર્ણ ક્રોધને, જ્ઞાનના અજીર્ણ અહંકારને અને ક્રિયાના અજીર્ણ પર અવર્ણવાદને એ ત્રણેને જીતીને તું નિવૃત્ત થશે તેમજ વળી -“ક્ષમાથી કોધ, મૃદુતાથી માન, આર્જવ (સરલતા) થી માયા અને અનિચ્છાથી લેભ-એમ ચારે કષાને જીતવાથી, સંવર પ્રાપ્ત થાય છે. અજ્ઞાનથી દુઃખ થાય છે અને જ્ઞાનથી સુખ થાય છે. માટે નિરંતર જ્ઞાનને અભ્યાસ કરો કે જેથી આત્મા જ્ઞાનમય થાય, જે ધીર, જ્ઞાની, મૌની અને સંગરહિત થઈ સંયમમાર્ગે ચાલે છે, તે બળીષ્ઠ મહાદિકથી પણ હાર્યા વગર મેક્ષે જાય છે. આ પ્રમાણે હે ભદ્ર ! તારા દીક્ષારૂપ પાત્રમાં મેં તોપદેશરૂપ અન્ન પીરસ્યું છે તેનો ઉપભોગ કરીને તું સુખી થજે.” ફરી ગુરૂ બાલ્યા કે - “હે મહાનુભાવ!