________________
૩૧૮
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પણ આવડત નહિ “હસતાં હસતાં જે કર્મ બંધાય છે તે રેતાં રેતાં પણ છુટતું નથી, માટે જીવે કર્મ ન બાંધવા.” છેવટે એ કર્મને સર્વથા ક્ષય થતાં મને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે.” આ પ્રમાણે તેમના ઉપદેશથી ઘણું ભવ્ય જી પ્રતિબંધ પામ્યા. પછી તે કેવળી પૃથ્વી ઉપર વિહાર કરી બહુ
ને પ્રતિબંધ પમાડી શત્રુંજય તીર્થ પર સિદ્ધિપદને પામ્યા.” એમ જાણી જ્ઞાન મેળવીને પાણીમાં પડેલ તેલબિંદુની જેમ તેને સર્વત્ર વિસ્તાર કર. . હવે બીજું અભયદાન–એટલે દુઃખ પામતા અથવા મરણ પામતા છને બચાવ કરે છે. ત્રણ ભુવનના અશ્વર્યનું દાન દેવા કરતાં અભયદાન વધારે શ્રેષ્ઠ છે. ભયભીત પ્રાણીઓને જે અભય દેવામાં આવે છે તે પણ અભયદાનજ સમજવું. કારણ કે – સુવર્ણ, ગાય અને ભૂમિનું દાન કરનાર જગતમાં ઘણા મળી આવે છે, પણ પ્રાણીઓને અભયદાન આપનાર પુરુષ મળવા દુર્લભ છે. પોતાના જીવિતવ્યને માટે અભયપણું મળવાથી એક દીનમાં દીન પુરુષ પણ હર્ષથી પોતાના આત્માને ત્રણ લેકનો સ્વામી માને છે. આ સંબંધમાં વસંતકનું દૃષ્ટાંત નીચે પ્રમાણે છે :
શ્રી વસંતપુરમાં મહાબળવાન, તેજસ્વી અને પ્રતાપી એ મેઘવાહન નામે રાજા રાજય કરતા હતા. તેને પ્રિયંકરા નામે પટરાણી હતી, તેને બીજી પણ પાંચસે રાણીઓ હતી. તે રાણીઓ સાથે વિષયસુખ ભોગવતાં અને રાજ્યસુખને અનુભવ કરતાં તે રાજા સુખે કાળ પસાર કરતા હતા અને