________________
૩૧૬
શ્રી પાર્શ્વનાય ચરિત્ર
ગુરુની સાથે વિચરવા લાગ્યા. અવસરે તેને ચૈાગ્ય જાણી ગુરુ મહારાજે આચાય પદ પર સ્થાપી પેાતે સમેતશિખર પર અનશન કરીને માક્ષપદ પામ્યા.
▸
હવે વિજયસૂરિ પેાતાના શિષ્યાને વાચના અને અધ્યાપન વિગેરેમાં તત્પર રહી પૃથ્વી ઉપર વિહાર કરતા માટી પ્રતિષ્ઠા પામ્યા. એમ કરતાં બહુ સમય પસાર થયા એટલે શાસ્ત્રાભ્યાસના શ્રમથી અને વિવિધ ઉત્તર આપવાથી પરિણામ ભગ્ન અને થાકેલા હતા મનમાં તે આ પ્રમાણે વિચારવા લાગ્યા કે :–અહા ! આ મુનિઓને ધન્ય છે, કે જે બીજાના પ્રશ્નાત્તર તથા શાસ્ત્રની ચિંતારહિત હાવાથી સુખે બેસીને મા કરે છે, માટે મૂખ પણું જ સારૂ. છે. એક જગ્યાએ કહ્યું છે કે :— હું સખે! મને મૂર્ખત્વ બહુ પસંદ છે; કારણ કે તેમાં આ આઠ ગુણા રહેલા છે. મુખ માણસ નિશ્ચિત, બહુ ભેાજન કરનાર, લજજારહિત રાત દિવસ સુનાર, કાર્ય-અકાયના વિચાર કરવામાં અધ અને બહેરા, માન-અપમાનમાં સમાન, ઘણું કરી રીંગરહિત અને શરીરમાં દૃઢ હાય છે. અહા ! મૂખ સુખે જીંદગી ગાળે છે.’ જ્યારે હુ વધારે ભણ્યા છું ત્યારે (બીજા) શાસ્રના ઉત્તર માગી માગીને મને પારાવાર કંટાળે આપે છે.? આવા દુર્ધ્યાનથી તે આચાર્ય જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું. તે ક આલેાવ્યા સિવાય મરણ પામીને સૌધર્મ દેવલેાકમાં તે દેવ થયા. ત્યાં આયુષ્ય પૂર્ણ કરી ચ્યવીન પદ્મપુરમાં ધનશેઠના પુત્રપણે ઉત્પન્ન થયા. તેનુ જયદેવ એવું નામ રાખવામાં આવ્યું. શેઠે આલ્યવયમાં તેને નિશાળ ( સ્કૂલ )માં ભણવા માકલ્યા. ત્યાં