________________
૩૧૪
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર.
પડી જશે.’ એમ ધારીને હુ તેને ખાઈ ગઈ હતી. પછી શેઠે વિચાર કરીને સ્વજના સમક્ષ તેને પેાતાના ઘરમાં ખાંડવાનું, પીસવાનું, રાંધવાનુ* અને પીરસવા વિગેરેનું કામ સોંપ્યું, તે કામ કરતાં ક્ષણમાત્ર પણ તે સુખ ન પામી.
પછી શેઠે ત્રીજી રક્ષિતા વહુને લાવી –‘ હે વત્સે ! પેલા દાણા મને આપે.' એટલે તેણે હ સહિત પોતાના એરડામાં આવીને પેાતાના આભૂષણની પેટીમાંથી દાણા લઈ સસરાને આપ્યા. શેઠે પૂછ્યું કે હે વત્સે ! આ તેજ દાણા છે કે બીજા ?? તે ખાલી –‘હે પિતાજી ! આ તેજ દાણા છે, કારણ કે મેં આભરણુની પેટીમાં એ રાખી મૂકયા હતા.’ એટલે શેઠે તેને રાડ જાળવવાનું કામ સેાંપ્યું. જે કાંઈ ઘરમાં રત્ન કે સુવર્ણાદિકની વસ્તુઓ—ઘરેણુ વિગેરે હતું તેના અધિકાર તેને સાંપ્યું. તેથી તે સુખી થઇ અને લેાકાએ તેની પ્રશંસા કરી.
:
-
""
પછી શેઠે ચાથી રાહિણીવહુને લાવી કહ્યું કે :− & વસે ! પેલા પાંચ ડાંગરના દાણા આપે? એટલે તે પ્રણામ કરીને એલી કે: હે પિતાજી ! ગાડાં આપેા.” શેઠે પૂછ્યું તે શા માટે ?” તે ખેાલી કે – હું પિતાજી! સાંભળેા-જયારે તમે મને પાંચ દાણા આપ્યા, તે વખતે મે વિચાર કર્યાં કેઃમારા સસરાજીએ ઘણા માણસાની સમક્ષ આ દાણા આપ્યા છે, માટે કંઈપણ કારણ હાવું જોઇએ’ એમ વિચારી મેં તે દાણા મારા ભાઈના હાથમાં આપીને કહ્યું કે –આ કણે! તમારે વાવવા.' એટલે તેણે કણબીના હાથમાં આપ્યા અને તેણે તે વાવ્યા, પહેલે વર્ષ જેટલા ઉગ્યા તેટલા ખીજે વર્ષે વાવ્યા,