________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૩૧પ
એમ અનુક્રમે દર વર્ષે વાવતાં તે બહુ થઈ પડયા, તેથી તે કે ઠારમાં ભર્યું છે, માટે ગાડાં આપો.” એટલે શેઠે સંતુષ્ટ થઈને ગાડાં આપ્યાં, અને તે બધા દાણા મંગાવી લીધા. આથી બધા લોકોએ તેની પ્રશંસા કરી કે –“અહો ! આ વહુને ધન્ય છે કે જેની આવી સારી બુદ્ધિ છે.” પછી શેઠે તેને ગૃહસ્વામિની બનાવી, અને દરેક માણસને હુકમ કર્યો કે-એની આજ્ઞા પ્રમાણે બધાએ કામ કરવું, આ મારા ઘરની સ્વામિની છે.” એટલે તે બહુજ સુખી થઈ
આ દાંતને ઉપનય (સાર) એ છે કે –શેઠ તે સદગુરૂ સમજવા, પાંચ ડાંગરના દાણા તે પાંચ મહાવ્રત સમજવા, જે પ્રાણુઓ પાંચ મહાવ્રત લઈને છેડી દે છે-તે ઉઝિતાની જેમ દુઃખી થાય છે, અને અસારસંસારમાં પરિભ્રમણ કરે છે. જેઓ વ્રત લઈને વિરાધના કરે છે તે પણ બીજી વહુની જેમ કષ્ટ પામે છે. જેઓ ગુરુની આજ્ઞાથી મહાવ્રત લઈને પાળે છે-નિરતિચારપણે પાળવાને યત્ન કરે છે, તેઓ રક્ષિકાની જેમ સુખ પામે છે, અને જે મહાવ્રત લઈને વૃદ્ધિ પમાડે છે, તેઓ રોહિણીની જેમ સર્વત્ર મહત્વ પામે છે. માટે હે મહાભાગ ! તારે પંચમહાવ્રત લઈને તે પરમ વૃદ્ધિને પમાડવા.”
ઇતિ રહિણી દષ્ટાંત.
વિજયમુનિ પણ તેજ પ્રમાણે હિતશિક્ષા અંગીકાર કરીને શુભ ધ્યાનમાં તત્પર થઈ સમ્યક પ્રકારે સંયમ પાળતાં તે