________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૩૧૭
પ`ડિત ભણાવે, પણ એક અક્ષરમાત્ર તેને આવડે નહિ. શું કરે ? શેઠને ચિંતા અને ખેદ થઇ પડયા. તે વિચારવા લાગ્યા કે:જન્મ ન પામેલ અને મરણ પામેલ પુત્રો સારા, કારણુ કે તેથી થાડું દુઃખ થાય છે; પણ મૂખ પુત્ર સારા નહીં, કેમકે તે તેા જી ંદગી સુધી ખાળ્યા કરે છે.’ પછી તે શેઠ પુત્ર ભણી શકે તેમ કરવા માટે અનેક દૈવાની માનતા અને વિવિધ દવાઓ કરવા લાગ્યા, પણ તેને કંઈ આવડયું નહિ. તે યૌવન પામ્યા, એટલે લેાકેા કહેવા લાગ્યા કે-‘આ મૂખ છે.’ આથી તેને વૈરાગ્ય થતાં વિમળ આચાય પાસે તેણે દીક્ષા અંગીકાર કરી. તે અનુક્રમે ચારિત્ર પાળે છે અને યાગવાન કરે છે, પણ ક`ઇ પાઠ આવડતા નથી. તેથી તેમણે ખાર વરસ પયત આંખિલ વિગેરે તપ કર્યું, છતાં કઇ અક્ષરમાત્ર આવડતુ નહિ. ગુરુમહારાજે કહ્યું કે હું સાા તમને પૂર્વોપાર્જિત કમ ઉદયમાં આવ્યું છે, તા ખેદ ન કરે” અને રે જીવ! મા રૂષ, મા તુષ’ એમ બેાલ્યા કરેા.’ તેટલું પણ તેને આવડયું નહિ, એટલે માસતુસ, માસતુસ ’ એમ તે વારંવાર બાલવા લાગ્યા. તે સાંભળી લેાકેાએ ‘માસ તુસ નામના ઋષિ એવુ તેમનું નામ રાખ્યું, પછી તે માસતુસ ઋષિ ઉહાપોહ કરતાં આંબિલ તપ કરતાં તથા શુકલધ્યાન ધ્યાવતાં કેવળજ્ઞાન પામ્યા. એટલે પાસે રહેલા દેવાએ દુંદુભિનાદપૂર્વક સુવર્ણ કમળની રચના કરી. ત્યાં બેસીને કેવળી ભગવંત ધર્મોપદેશ દેવા લાગ્યા કે – “ હું ભવ્યજના ! મેં પૂર્વભવમાં શિષ્યાને શાસ્ત્ર ભણાવતાં અને અય આપતાં ભગ્ન મનથી જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું હતું, આ ભવમાં તે કમ મને ઉદય આવ્યું, તેથી મને એક અક્ષર
'
: