________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
3TL
તેમ તારે જ તેનો સ્વાદ લઈને
૧રના પાંચ દાણા
નામ આ હતી ચાર પીવા નામની
જેમ રોહિણીએ પાંચ ડાંગરના દાણું મેળવીને તેને વધાર્યા, તેમ તારે પણ પંચ મહાવ્રત પામીને તેને વૃદ્ધિગત કરવા.” આ પ્રમાણે તસ્વામૃતને સ્વાદ લઈને વિજયમુનિ બોલ્યા કે –“હે પ્રત્યે ! એ રોહિણું કાણું ? અને તેણે ડાંગરના પાંચ દાણું કેમ વધાર્યા? તે કૃપા કરી જણાવો.” ગુરુ બેલ્યા કે –“તેને સંબંધ આ પ્રમાણે છે –
“હસ્તિનાપુરમાં દત્ત નામે શેઠ રહેતો હતો. તેને પ્રોદત્તા નામે સ્ત્રી હતી. તેમને ગંગદત્ત, દેવદત્ત, જિનદત્ત અને વાસવદત્ત–એવા નામના ચાર પુત્રો હતા, અને તે પુત્રોની ઉક્ઝિતા ભક્ષિકા, રક્ષિકા અને રોહિણ–એવા નામની ચાર સ્ત્રીઓ હતી. એકદા પોતાના ગૃહકાર્યમાં જોડવાને માટે દત્તશેઠને તે ચારે પુત્રવધૂઓની પરીક્ષા લેવાની ઈચ્છા થઈ. એટલે એક દિવસ શેઠે તે પુત્રવધૂઓના પિતૃવર્ગ તથા સ્વજનોને એકત્ર કરીને અને ભક્તિ પૂર્વક ભજનાદિકથી તેમને સત્કાર કરીને યથોચિત સ્થાને બેસાર્યા. પછી તેમની સમક્ષ મોટા નાનાના અનુક્રમથી તે વહુઓને બોલાવી પ્રત્યેકને ડાંગર (શાળ)ના પાંચ પાંચ દાણું આપીને શેઠે આ પ્રમાણે કહ્યું કે – હે પુત્રવધૂઓ ! આ પાંચ ડાંગરના દાણું તમારે સાચવવા અને હું જ્યારે માગું ત્યારે તેજ મને પાછા આપવા.' એમ કહીને સર્વ જનેને તેણે (ર) જવાની રજા આપી.
પછી મેટી પુત્રવધૂએ વિચાર કર્યો કે –“વૃદ્ધ સસરાની
ચાર પુક
૧. આ કથા ૬ઠ્ઠા અંગ જ્ઞાતાધર્મ કથામાં આવે છે. પણ અહીં (આ કથામાં) નામમાં વિ. ફેર આવે છે.