________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૩૦૭
એમ બેલતાં પણ કેમ આવડે?”. આ પ્રમાણે સલાહ મળવાથી તે શત્રુને નિગ્રહ કરવા માટે ખુશ થઈને રાજાએ મેષ્ટા પુત્રને આદેશ કર્યો, એટલે ક્રોધથી ચંદ્રસેન સભામાંથી જવાને તૈયાર થો. તે વખતે સભા ક્ષેભ પામી. તેથી રાજાએ કહ્યું કે –“હે વત્સ ! તું શા માટે કોધ કરે છે? મેટા છતાં નાનાનું ઉથાપન કરવું યોગ્ય નથી, ઉત્તમજનો તે સન્માનને પણ ઈચ્છતા નથી, વળી મેટાભાઈ પિતા સમાન ગણાય છે, તે હયાત છતાં નાના ભાઈને રાજ્ય આપવામાં આવે તે પણ તે ઈછત નથી.” આ પ્રમ ણે રાજાએ તેને સમજાવ્યા છતાં તે શાંત ન થયે, એટલે મંત્રીઓએ સામ વચનથી તેને કહ્યું કે –“ચંદ્રસેન ! તું દક્ષ છે છતાં પિતાનું વચન માનતું નથી એ દુર્વિનીતત્વ તને ઉચિત નથી.” ઈત્યાદિ વચનથી ચંદ્રસેન પ્રસન્ન થયે.
પછી મેટે વિજયકુમાર સૈન્યથી દુદ્ધર બનીને સેવાલને જીતવાને ચાલ્યો, અને સ્વદેશના સીમાડાના સરહદ (બર્ડ ૨) પર જઈને દૂતના મુખથી સેવાલને આ પ્રમાણે કહેવરાવ્યું કે –“અરે ! તું હવે પોતાને સ્થાને ચાલ્યો જા, હું આવી પહોંચે છું.” આ પ્રમાણે દૂતનું વચન સાંભળી સેવાલ ભીષણ ભ્રકુટી કરીને બેત્યે કે –“લડવાને તૈયાર થઈ જાઓ, ફેગટ વચન બોલવાથી શું ? મારા ભુજબળને પ્રતાપ જુઓ.” એ રીતે કોધવશાત્ મળેલા બંને સૌન્ય વચ્ચે યુદ્ધ ચાલ્યું. ભવિતવ્યતાવશાત્ વિજયકુમારનું બધું સૌન્ય ભગ્ન થયું. જયંતરાજાએ એ વાત સાંભળીને પોતે જવાને વિચાર કર્યો, એટલે નાના પુત્ર ચંદ્રસેને વિજ્ઞપ્તિ કરી કે –“હે પિતાજી ! હવે