________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૩૦૧ ચારે દિશાઓમાં યથાસ્થાને બેસે છે. તેમાં પ્રથમ સાધુ સાધ્વીના અભાવથી તે સ્થાને કઈ પણ ન બેસે. પ્રભુના અતિશયથી કરડે તિર્યંચ, મનુષ્ય અને દેવે સમવસરણમાં સમાઈ શકે છે, છતાં કેઈને બાધા થતી નથી. બીજા ગઢમાં પરસ્પરના જાતિવૈરનો ત્યાગ કરી તિર્યચે બેસે છે. કહ્યું છે કે- સમતાવંત, કલુષતારહિત અને નિર્મોહી એવા યોગી મહાત્માનો આશ્રય કરીને (તેના પ્રતાપથી) હરિણી પિતાના પુત્રના પ્રેમથી સિંહના બાળકને સ્પર્શ કરે છે, મયુરી સાપ અને બીલાડી હસના બાળને સ્પર્શ કરે છે. પ્રેમને પરવશ થયેલી ગાય વાઘના બાળને સ્પર્શે છે. એ રીતે જન્મથી સ્વાભાવિક વૈર ઘરનારા પ્રાણીઓ પણ વૈરભાવને છોડી દે છે.
હવે ત્રિભુવનપતિ શ્રી પાર્શ્વનાથના આવા વૈભવને ઉદ્યાનપાળના મુખથી સાંભળીને અશ્વસેન રાજા રોમાંચિત થયા. પછી વનપાલકને પિતાના શરીર પર ધારણ કરેલાં તમામ આભરણે ઈનામમાં આપી, સંતુષ્ટ થઈ, વામાદેવી અને પ્રભાવતીને તે બધે વૃત્તાંત નિવેદન કરીને હાથી, રથ, અશ્વ વિગેરે તૈયાર કરાવી વામાદેવી તથા પ્રભાવતી સહિત મહદ્ધિપૂર્વક શ્રી પાર્શ્વનાથને વંદન કરવા ચાલ્યાં. ત્યાં પંચ અભિગમ સાચવી ત્રણ પ્રદક્ષિણા કરી ભક્તિપૂર્વક પ્રભુને નમસ્કાર કરીને તેમણે આ પ્રમાણે સ્તુતિ કરી –
હે નાથ ! મેહરૂપ મહાગજને નિગ્રહ કરવાથી તમે એકજ પુરુષસિંહ છો, એમ ધારીને જ જાણે દેવેએ આ સિંહાસન રચ્યું હોય એમ લાગે છે. તે વિભે ! રાગ દ્વેષરૂપ