________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
ભયભીત થઈને સકુચિત થઈ જાય છે, સાકર સુખમાં તૃત્યુને ધારણ કરે છે અને ખીર તા સદા પાણી જેવી થઈ જાય છે.' હવે ભગવંતે આપેલી દેશનાનું સ્વરૂપ કહે છે. તે આ પ્રમાણેઃ
303
“ ભવ્યજના ! માનસિક દૃષ્ટિથી તમે અંતરભાવના આશ્રય કરો અને અસારના નિરીક્ષણપૂર્વક ત્યાગ કરીને સારના સૌંગ્રહ કરી. કારણ કેઃ-ક્રોધરૂપ વડવાનળથી દુઃખે જીતાય એવા માનરૂપ પર્વતથી દુર્ગં મ, માયાપ્રપ`ચરૂપ મગરાથી યુક્ત, લાભરૂપ આવર્તા (ભમરી)થી ભય ́કર, જન્મ જરા, મરણ, રાગ, શાક અને દુઃખરૂપ જળથી ભરેલા, તેમજ ઇંદ્રિયેચ્છારૂપ મહાવાતથી ઉત્પન્ન થયેલા ચિંતારૂપ ઉમિ એથી વ્યાપ્ત–એવા આ અપાર સૌંસારસાગરમાં પ્રાણીઓને કિમતી મહારત્નની જેમ મનુષ્ય જન્મ પામવા અતિ દુર્લ ́ભ છે. જમ્મૂીપ, ધાતકીખ'ડ અને પુષ્કરા–એમ મળીને અઢીદ્વીપ થાય છે. તેમાં પાંચ મહાવિદેહ, પાંચ ભરત અને પાંચ ઐરવત-એ પંદર કર્મભૂમિ કહેવાય છે. તેમાં પાંચ મહાવિદેહમાં એકસે સાઠ વિજય છે, તથા પાંચ ભરત અને પાંચ અરવત-એ દશ મળીને એકસા સિત્તેર કર્મક્ષેત્ર થાય છે. તે દરેક ક્ષેત્રમાં અનાર્યાંના પાંચ પાંચ ખંડ હાય છે અને છઠ્ઠો ખંડ આર્યભૂમિ હાય છે. તે પણ પ્રાયઃ મ્લેચ્છાદિકથી અધિષ્ઠિત હાય છે. મધ્યખંડમાં (છઠ્ઠો ખંડ) પણ ધર્મ સામગ્રીના અભાવવાળા અના દેશ ઘણા હાય છે. હવે આ દેશમાં પણ સ્કુલેાત્પત્તિ, દીર્ઘાયુષ્ય, આરાગ્ય, ધમેચ્છા અને સુગુરુના યાગએ પાંચ વાનાં મળવાં ઘણા દુર્લભ છે. પાંચ પ્રમાદના સ્તંભરૂપ માહુ અને શાકાદિ