________________
૨૭૬
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર તે જાણે છે ?' એમ સાંભળી સુભટે સર્વે ભયભ્રાંત થઈ શાંત, થઈ ગયા. પછી મંત્રીએ દૂતને હાથ પકડીને કહ્યું કે:-“અમે પાWકુમારના સેવકે છીએ, અને તેમને નમસ્કાર કરવા આવવાના છીએ” એમ કહીને મંત્રીએ દૂતને વિસર્જન કર્યો. પછી તેણે યવનરાજને આ પ્રમાણે કહ્યું કે – હે રાજન્ ! જગત્રયના નાથ એવા પાશ્વકુમારને સુરાસુર, નાગેંદ્રો અને સર્વે ઈદ્રો સેવે છે, તે ચક્રવર્તી અથવા જિનેશ્વર થવાના છે. તેની સાથે વિરોધ કે? સૂર્ય ક્યાં અને આગીયો કયાં? સિંહ કયાં અને શશ (હરણ) કયાં? તેમ તે પાWકુમાર કયાં અને તમે કયાં? એ. પાશ્ચકમારની પાસે ઈદ્ર પિતાના માતલિ સારથિને અસહિત રથ લઈને મોકલ્યો છે, માટે તમે કુહાડાને કંઠ પર લઈને પાર્ષકુમારને આશ્રય લે. એમાં તમારું શ્રેય છે.” એટલે યવન બે કે“એ પાWકુમારના આવા પરાક્રમને હું જાણતું નહોતે.” એમ કહી સર્વ સામંત અને મંડળેશ્વર સહિત યવનરાજા કુહાડાને કંઠ પર લઈને પાર્શ્વકુમારને નમસ્કાર કરવા ચાલ્યા. ત્યાં સમુદ્ર સમાન પ્રભુના સૈન્યને જોઈને મૃગની જેમ ત્રાસ પામતે તે પ્રભુના મહેલની આગળ આવી ઉભો રહ્યો. પછી પ્રભુની આજ્ઞાથી છડીદારે તેને સભામાં પ્રવેશ કરાવ્યું. ત્યાં પ્રભુએ કુહાડે મૂકાવ્યું, એટલે તે યવનરાજ પ્રભુના ચરણે નમ્યો, અને અંજલી જોડીને કહેવા લાગે કે –“હે સ્વામિન્ ! હું આપને સેવક છું, મારો અપરાધ ક્ષમા કરે. મારે સર્વદા આપનું જ શરણ થાઓ.” પાWકુમારે કહ્યું કે “હે ભદ્ર! તારું કલ્યાણ થાઓ. તું તારી રાજ્યલક્ષમી સુખે ભાગવ, હવે ફરીને આવું ન કરીશ.” યવને એ શિખામણ માન્ય રાખી, એટલે પ્રભુએ