________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
ઉત્તરદિશા સન્મુખ મુખ રાખી અપ્રમત્ત અને સુસંસ્થાનપૂર્વક ધ્યાનમાં ત૫ર થયા. ભગવંત કાર્યોત્સર્ગમાં રહ્યા હતા એવામાં ત્યાં મહીધર નામને હાથી પાણી પીવા માટે આવ્યા. અને પ્રભુને જોઈ ઉપાહિ કરતાં જાતસ્મરણ જ્ઞાન પામવાથી તે વિચારવા લાગે કે –
પૂર્વભવે હું વામન એ હેમનામે કુલપુત્ર હતે. વામનપણના દેષથી લેકમાં હું હાસ્યાસ્પદ થયે. એક પિતાના પરાભવને લીધે ઘેરથી નીકળીને વનમાં ભમતાં એક મુનિ જેવામાં આવ્યા. મેં તેમને વંદન કર્યું, એટલે તેમણે મને યતિપણુ માટે અગ્ય જાણુ મહાઉપકારથી શ્રાવકપણું ગ્રહણ કરાવ્યું. હું શ્રાવક થયે. પણ લેકે મારા પર હસતા, તેથી હું બહુ ખિન્ન થઈ ગયા. પછી પોતાના નાના શરીરને નિંદ અને મોટા શરીરને ઈચ્છતે હું આધ્યાનથી મરણ પામીને પર્વતસમાન મોટા શરીરવાળો હાથી છે. અત્યારે હું પશુ હોવાથી શું કરી શકું? શેનું આરાધન કરૂં? પરંતુ કર (સુંઢ) થી કંઈક પ્રભુની પૂજા તો કરૂં” એમ વિચાર કરી સરોવરમાં પ્રવેશ કરી નહાઈને ત્યાંથી કમળો લઈ પ્રભુની પાસે આવ્યો. પછી તે હાથી પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈ પ્રભુના ચરણને પવથી પૂછ મનથી સ્તુતિ કરીને અને શિરથી નમન કરીને પિતાના આત્માને ધન્ય માનતે છતે તે યથાસ્થાને ગયો. પછી પાસે રહેલા દવેએ સુગંધી વસ્તુઓથી પ્રભુની પૂજા કરી પ્રભુની આગળ હર્ષપૂર્વક નાટક કર્યું. એ વખતે કે પુરુષ પાસેની ચંપાનગરીમાં જઈને ત્યાંને કરકંડુ રાજાને તે બધું સ્વરૂપ નિવેદન કર્યું; એટલે તે રાજા વિસ્મય પામી રન્ય અને વાહન સહિત પ્રભુને