________________
૨૯૬
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
દેવાધમ વાત્ર વગાડતી, ગાન કરતી અને અનેક હાવભાવ તથા કામચેષ્ટા કરતી એવી ઘણી કિન્નરીઓથી ભગવંતને ચલાયમાન કરવા લાગ્યો, છતાં પ્રભુ ક્ષોભ ન પામ્યા. જેમ જોરદાર વાયુથી કઈ રીતે મેરૂ પર્વત ચલાયમાન ન થાય, તેમ પ્રભુ ચલાયમાન ન થયા. પછી તે પાપાત્માએ પ્રભુના મસ્તક ઉપર મેટી ધુળની વૃષ્ટિ કરી. છતાં ભગવંત લેશમાત્ર પણ ચલાયમાન ન થયા. પછી તે દુષ્ટાત્માએ વિખરાયેલા કેશવાળા, વિકૃત આકૃતિવાળા અને મનુષ્યના મુંડ તથા ઘડને ધારણ કરનારા તથા ભયંકર આકારવાળા અનેક પ્રેત અને વેતાળ વિકુળં. તેઓથી પણ પ્રભુ ભાયમાન ન થયા, તેથી તે દુષ્ટને બહુજ ઈર્ષ્યા ઉત્પન્ન થઈ. એટલે ભગવંતને જળમાં ડુબાડવાને માટે તે પાપીએ આકાશમાં મેઘ વિક્ર્લો. તેમાં કાળની જીભ સમાન વિજળી ચમકવા લાગી. ગગનભેદી ગર્જનાઓથી સર્વ દિશાઓ પૂરાઈ ગઈ અને જગત્ બધું આકુળ વ્યાકુળ થઈ ગયું, એટલે મુશળધારાએ મેઘ વરસવા લાગે. આકાશ અને પૃથ્વી જળમય થઈ ગઈ અને જંતુઓ અને વૃક્ષાદિક બધા પાણીમાં તણાવા લાગ્યા. તે વખતે પ્રભુના જાનું કેડ અને કંઠપર્યત જળ વધતું ગયું. એમ કરતાં કરતાં તે નાકના અગ્રભાગ સુધી આવ્યું, તે પણ ભગવંત પોતાના ધ્યાનથી ચલાયમાન ન થયા. ભવસાગરમાં પડતા વિશ્વને એક આધારભૂત થાંભલાની જેમ સ્થિર રહ્યા. એ અવસરે ધરણેન્દ્રનું આસન ચલાયમાન થયું; એટલે ભગવંતને ઉપસર્ગ થતે જાણીને તે પિતાની દેવીઓ સહિત ત્યાં આવ્યો, અને પ્રભુને નમસ્કાર કરીને પ્રભુના ચરણ નીચે કમળની સ્થાપના કરી અને મસ્તકપર