________________
૨૯૮
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર.
ચતુર્થી
ન તપ નેમ
ભગવતિને દિવસે ને ત્રિકાળ
જેઈને સર્વ પાણુ સંહરી લઈ પ્રભુના પગમાં આવીને પડે અને હાથ જોડી પ્રભુને ખમાવી ભક્તિપૂર્વક નમસ્કાર કરીને પશ્ચાતાપ કરતા સ્વસ્થાને ગયે. ધરણેન્દ્ર પણ ભગવંતને નિરુપદ્રવી જાણી તેમને સ્તુતિપૂર્વક નમસ્કાર કરીને સ્વભાવને ગયા અને પ્રભુએ ત્યાં જ તે રાત્રી પસાર કરી.
હવે વ્રત લીધા પછી ૮૩ દિવસ પસાર થતાં ચોરાશીમે દિવસે ચંદ્રમાં વિશાખા નક્ષત્રમાં આવતા ચૈત્ર માસની કૃષ્ણ ચતુર્થી (ફાગણ વદ ૪)ના દિવસે ચાર ઘનઘાતી કર્મ ક્ષય થતાં કરેલ છે અષ્ટમ તપ જેમણે એવા અને શુકલધ્યાનને દયાનારા એવા ત્રિભુવનપતિ પાર્શ્વનાથ ભગવંતને દિવસના પૂર્વ ભાગમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. લોકાલોકને પ્રકાશનાર અને ત્રિકાળવિષયી એવું સંપૂર્ણ જ્ઞાન અને દર્શન પ્રગટ થયું, એટલે સુરાસુરનાં આસને કંપ્યાં, તેથી દેએ ત્યાં આવી હર્ષિત થઈને પોતપોતાના સર્વ કૃત્યો આ પ્રમાણે કર્યા–
પ્રથમ વાયુકુમાર દેવેએ એક યોજન પ્રમાણ પૃથ્વી સાફ કરી, મેઘકુમાર દેએ સુગંધી જળવૃષ્ટિથી એક જન પ્રમાણ પૃથ્વીને સિંચન કરી; પછી વ્યંતર દેવેએ સુવર્ણ અને રત્નનું ભૂમિપીઠ બાંધ્યું તથા જેના ડીટ નીચે રહે એવા વિચિત્ર (પાંચે વર્ણનાં) પુષ્પો પાથર્યો. તે ભૂમિની શોભાને માટે ચારે દિશામાં રત્ન, માણિજ્ય અને સેનાના તેરણે બાંધ્યાં. પછી વૈમાનિક, તિષ્ક અને ભવનપતિ દેવેએ મણિ, રત્ન અને સુવર્ણના કાંગરાથી સુશોભિત એવા રત્ન, સ્વર્ણ અને રજતમય ત્રણ ગઢ બનાવ્યા. વ્યંતરેએ ગઢના ચારે દ્વાર આગળ સુવર્ણ